બનાસકાંઠાના વડગામમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર મગફળી, બાજરી જેવા પાકોમા નુકસાનની ભીતિ પણ સેવાઇ રહી હતી. પ્રથમ વરસાદ બાદ એક દિવસ વરસાદ બંધ રહ્યો હતો.

જોકે, ફરી વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. જેમાં વડગામ તાલુકાના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી.રાજ્યમાં હાલ હવામાનની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

જિલ્લામાં એક દિવસ બાદ ફરી અનેક પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વડગામમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. એક દિવસના વિરામ બાદ ફરી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ થતાં વડગામ સહીત આજુબાજુના વિસ્તારમા જ વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.