નવસારીના બંદર રોડ પાસે ગટરનું કામથી સ્થાનિકો પરેશાન

હાલમાં જ કમોસમી વરસાદ થતાં આ કાચા રસ્તા ઉપર કાદવ કીચડ થવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી તકે આ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જેથી તેમને શહેરમાં આવવા જવામાં સરળતા રહે અને વરસાદને કારણે જે ગંદકી થાય છે તેમાં ઘટાડો થાય.નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવાના જણાવ્યાં મુજબ હાલમાં બંદર રોડ વિસ્તાર પાસે ઓવરબ્રિજની કામગીરીની શરૂઆત થવા જઇ રહી છે. સાથે જ સરકારી દરેક એજન્સીઓને લાઈન શિફ્ટિંગની કામગીરી પણ સોંપવામાં આવી છે. જેને લઇને ગટર, વિજળી તથા પાણીની લાઈનની શિફ્ટિંગની કામગીરી શરૂ છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. સ્થાનિક નઝીમ શેખના જણાવ્યાં મુજબ આ વિસ્તારમાંથી મોટાભાગનો સુરત જતો વર્ગ અપડાઉન કરે છે. જેને લઇને વરસાદી સિઝનમાં આવવા જવાની મુશ્કેલી પડે છે. ગાડી ફસાઈ જવાના બનાવો બન્યા છે, ત્યારે પાલિકા વહેલી તકે કામ આટોપી લે જેથી અમારા જેવા સ્થાનિકોને પણ અહીં રહેવામાં સરળતા રહેનવસારીના બંદર રોડ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યું છે. આ ગટરનું કામ ગોકળ ગતીએ ચાલતું હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

સુરતમાં જવા માટે લોકો આ વિસ્તારના રોડનો ઉપયોગ કરે છે. જોકે, ગટરના કામના કારણે રસ્તો તૂટી ગયો છે જેથી વાહન ચાલકોને કાચા રસ્તા પરથી પસાર થવું પડે છે, જેથી અકસ્માતનો ભય રહેલો છે. કમોસમી વરસાદમાં પણ આ રસ્તામાં પાણી ભરાયા હતા જેથી અનેક વાહનો ફસાયા હતા જેને સ્થાનિકોએ મદદ કરીને બહાર કાઢ્યા હતા.નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંદરો વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોને પાલિકા દ્વારા ચાલતા ગટર શિફ્ટિંગના કામને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવાળી પહેલાથી શરૂ થયેલુ આ કામ હજી સુધી પૂર્ણ થઈ શકયું નથી. તેને લઈને અનેક વખત સુરત જતા રાહદારીઓની ગાડી ફસાઈ જવાથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં ગટરના કામને લઈ અનેક વખત રાહદારીઓની ગાડીઓ ફસાઈ જતી હોય છે જેથી સ્થાનિકો મદદે આવે છે. સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોને સુરત જવા માટે રીંગરોડ શોર્ટકટ પડે છે. બંદર રોડ પરથી સીધા જ રીંગરોડ અને ત્યાંથી સુરત જવા માટેનો રસ્તો સરળ પડે છે. જોકે, પાલિકા દ્વારા ગટરનું ખોદકામના કામના કારણે રસ્તો તૂટી ગયો છે. જેથી કાચા રસ્તા પરથી પસાર થવાથી અકસ્માતનો ભય રહેલો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *