કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકાઃ લોકોમાં ફફડાટ

કચ્છની ધારા સતત ધ્રુજી રહી છે. અવારનવાર ભૂકંપના આંચકા એ કચ્છી માંડું માટે સામાન્ય થઈ ચુક્યા છે. છતાંય અવારનવાર આવતા ભૂકંપના આંચકા લોકોમાં દહેશત ફેલાવી જાય છે. ગઈ કાલે રાત્રે પણ કચ્છની ધારા ધ્રુજી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે ૩.૨૯ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અને લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ નોધાઇ છે. જયારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૪ કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ માં ચાલુ રહેલા ભુકંપ ના આંચકાઓ ને કારણે લોકો માં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે,કચ્છ માં સતત ભુકંપ ના હળવા આંચકાઓ આવી રહ્યા છે.