વિસનગરના કાંસા ગામે વડના વૃક્ષ પર ૧૫ ફૂટ ઉપર મહાકાળી માઁનો પાવાગઢ ગબ્બર બનાવી નવરાત્રિની ઉજવણી

વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા ૫૧ વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રિ દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે. જેમાં વડના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે છે. ૫૧ વર્ષથી પરંપરાગત કરવટુ ચાલ્યું આવે છે, જે અત્યારે પણ અકબંધ જોવા મળી રહ્યું છે. કાંસા ગામે જૂના પરામાં નવરાત્રિ નિમિતે અલગ જ આયોજન કરવામાં આવે છે. જેમાં કાંસા ગામે જૂના પરા મહાકાળી માતાજીનો પર્વત ૧૫ ફૂટ ઉપર વડના વૃક્ષ પર પાવાગઢ ગબ્બર બનાવી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એક રથ પણ મુકવામાં આવે છે, જેમાં ૧ રૂપિયો નાખવાથી આ રથ ચાલે છે. આમ કાંસા ગામે જૂના પરામાં અનોખી રીતે અલગ પ્રકારની નવરાત્રિ મનાવવામાં આવે છે.

કાંસા ગામે જૂના પરામાં વડના વૃક્ષ પર ગબ્બર બનાવામાં આવે છે. જેમાં વડના વૃક્ષ પર ૧૫ ફૂટ ઉપર પાવાગઢ પર્વત બનાવામાં આવે છે. જેમાં ભાદરવી અગિયારસના દિવસથી મુહૂર્ત કરવામાં આવે છે અને ભાદરવી પૂનમના દિવસે ગબ્બર બનાવાનું કામ શરૂ કરવામાં આવે છે. જે પંદર દિવસ સુધી યુવાનો મળી લાકડાની પાટો, સીડી માટે પાટો, મોટા મોટા પથ્થરો દ્વારા ગબ્બર બનાવામાં આવે છે. છેલ્લા ૫૧ વર્ષોથી વડના વૃક્ષ પર પાવાગઢ ગબ્બર બનાવામાં આવે છે. જેમાં પહેલા વડીલો બનાવતા હતાં એના પછી પરંપરાગત રીતે યુવાનોને આ ગબ્બર બનાવાની પદ્ધતિ શીખવવામાં આવે છે. જેમાં બાળકો પહેલા નાનો ગબ્બર બનાવે છે, પછી એનાથી આ મોટો ૧૫ ફૂટ ઊંચો પાવાગઢ પર્વત બનાવે છે. છેલ્લા ૫૧ વર્ષોથી આ ગબ્બર બનાવામાં આવે છે પરંતુ આજ દિન સુધી કોઈ ઘટના બની નથી કે કોઈને કંઈ વાગ્યું પણ નથી. જે માતાજીનો અનેરો મહિમા બતાવે છે. જેમાંથી અમારી વડલા વાળી માંડવી બહુ પ્રખ્યાત છે. તાલુકામાંથી દર વર્ષે વડના વૃક્ષ પર જે આ પાવાગઢ પર્વત બાંધીએ છીએ તેને એ જોવા માટે પણ આવે છે. વર્ષોથી અમારા વડવાઓથી પરંપરાગત રીતે અમારે એક મતાજીનુ કરવટુ છે જે અને વડના વૃક્ષ પર જમીનની ઊંચાઈથી ૧૫થી ૨૦ ફૂટ ઊંચે છે.

અરવલ્લીની ગિરિમાળામાંથી લાવેલા પથ્થરોમાંથી સરસ મજાનું સજાવીએ છીએ. આ બનાવવા માટે જે યુવાનો, મિત્રો, વડીલો મદદ કરે છે, જેમને નખમાં પણ લોહી આવ્યું નથી. એટલી માતાજીની અમારા બધા પર કૃપા છે. જેમાં ગબ્બર બનાવામાં માટે ૧૫ દિવસ જેટલો સમય લાગે છે. જે સખત ૧૫ દિવસની મહેનતથી આ ગબ્બર બને છે. કોરોના કાળમાં પણ અમે માતાજીનો ગબ્બર આસ્થાનું પ્રતીક અમે બનાવ્યો છે.