સુરેન્દ્રનગરમાં પાટડીના જૈનાબાદમાં છેલ્લા ૨૦ એક દિવસથી તો પીવાનું પાણી જ નહિ મળ્યું

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હજી આકરા ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પાટડી તાલુકાન?ા જૈનાબાદ ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે. હાલમાં જૈનાબાદ ગ્રામજનો અને મહિલાઓને ભરબપોરે પીવાના પાણી માટે વલખાં મારવાની નોબત આવી છે. હાલમાં ૫૫૦૦થી વધારે વસ્તીવાળા આ જૈનાબાદ ગામમાં પાછલા ૨૦ દિવસોથી પીવાનું પાણી મળતું નથી. પાટડી તાલુકાના જૈનાબાદ ગામે ગ્રામ્યજનોને પુરતું અને નિયમિત પીવાનું પાણી ન મળતું હોવાથી હાલમાં ગ્રામજનો કફોડી હાલતમાં મુકાયા છે. જૈનાબાદ ગામે હાલમાં ઘેર ઘેર નળ છે, પણ પીવા માટે પાણી નથી, ઉનાળાની શરૂઆતમાં જ ગામમાં પીવાના પાણીની હાડમારી સર્જાઇ છે. હાલમાં ૫૫૦૦ની વસ્તી ધરાવતા જૈનાબાદ ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓને ભરબપોરે પીવાના પાણી માટે દૂર-દૂર સુધી રઝળપાટ કરવાની નોબત આવી છે.

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે આજેય પણ ગ્રામજનોને પુરતું પીવાનું પાણી ન મળતુ હોવાની રાવ ઉઠવા પામી છે. પાટડી તાલુકામાં રજવાડા વખતનું જૈનાબાદ ગામ આવેલું છે. જ્યાં છેલ્લા ૨૦ દિવસથી પીવાનું પાણી મળતું નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, જૈનાબાદ ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી દરેક વિસ્તારમાં અઠવાડિયામાં એક જ વખત પીવાનું પાણી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા એક માસથી પીવાનુ પાણી પણ આપવામાં આવ્યું નથી. જેથી ઉનાળાના આગમન પૂર્વે જ ગ્રામજનો આજુબાજુના ગામમાંથી પાણીના ટાંક?ા દ્વારા પીવાનું પાણી મંગાવે છે.

જૈનાબાદ ગામે હાલમાં ઉનાળા પૂર્વે જ ગ્રામજનોને પીવાના પાણી માટે રઝળપાટ કરવાની ફરજ પડી છે. જૈનાબાદ ગામના મહિલા સરપંચના જણાવ્યા મુજબ અંદાજીત ૫૫૦૦થી વધારે વસ્તી ધરાવતા જૈનાબાદ ગામે પાણીના બોર આવેલા છે. જેમાંથી થોડા સમય આગાઉ પાણીનો એક બોર ફેઈલ થઇ ગયો હતો. જેના કારણે અન્ય આવેલા એક બોરમાંથી ગ્રામજનોને ઘર વપરાશ માટે પાણી આપવામાં આવે છે. જયારે ઘર વપરાશ માટે આપવામાં આવતું પાણી પીવાલાયક ન હોય જેથી નર્મદા કેનાલનું પાણી પીવા માટે આપવામાં આવે છે. પરંતુ જૈનાબાદ ગામમાં નર્મદા વિભાગ દ્વારા પુરતું પીવાનું પાણી ન અપાતું હોવાની રજૂઆત જૈનાબાદ ગામના મહિલા સરપંચ દ્વારા લાગતા વળગતા તંત્રને કરવામાં આવી છે.