હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જયારે હજારો લોકોનું રેસ્ક્યુ ક૨વામાં આવ્યું છે. રાજ્ય સ૨કારને વરસાદના કારણે ૭૭૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલનનો ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે. લેન્ડસ્લાઈડ વિસ્તારોમાં એનડીઆરફીની ટીમ સતત તૈયાર છે. તે રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે.

તમને જણાવી દઈએ કે જો જૂનથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુદરતી આફતોના કારણે ૩૩૦થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ માટે આઈએમડીએ હિમાચલના ૧૦ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલમાં શુક્રવારે ૬૫ મકાનો ધરાશાયી થયા અને ૨૭૧ને નુકસાન થયું. ૮૭૫ ૨સ્તાઓ બંધ છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં પણ જોશીમઠ જેવો ખતરો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ૧૭ હજાર સ્થળોએ ભૂસ્ખલનનો ખતરો છે. તેમાંથી ૧૩૫૭ જગ્યાઓ માત્ર શિમલામાં જ છે. ભારે વ૨સાદમાં માટી સતત ફુલી રહી છે, જેના કારણે રસ્તાઓ અને મકાનો ડૂબવા લાગ્યા છે.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાખંડના જોશીમઠમાં મકાનો, ૨સ્તાઓ અને હોટલોમાં તિરાડો પડી જવાને કારણે લોકોને બેઘર થઈ ગયા હતા. અત્યાર સુધી લોકો રાહત કેપમાં શરણાર્થીઓ ત૨કે જીવી રહ્યા છે. જોશમીઠમાં ગેરકાયદે બાંધકામપણ આ માટે જવાબદાર હોવાનું કહેવાય છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત છે. પરંતુ શિમલા પર એક મોટો ખતરો જોવા મળી રહ્યો છે. શિમલામાં જ લેન્ડસ્લાઈડને કારણે ૨૧ લોકોના મોત થયા હતા. સમર હિલમાંથી ૧૪, ફાગલીમાંથી ૫ અને કૃષ્ણા નગરમાંથી ૨ મૃતદેહ મળી આવ્યા છે. શિવ મંદિરના કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટના આધારે હિમાચલને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. હિમાચલમાં સુખવિંદર સિંહ સુખુની સ૨કારે રાજ્યને કુદરતી આફતથી પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યો અને શુક્રવારે તેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું. આ સાથે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કેન્દ્ર સરકારને આર્થિક મદદ માટે અપીલ કરી છે. તે દિલ્હી પહોંચી ગયા છે, જ્યાં તેઓ આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળી શકે છે.

*File Photo