વડોદરામાં વાવાઝોડા, પુરની સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ કાર્યરત છે. આ વિભાગ દ્વારા તાલીમ અને નિદર્શનો માધ્યમ થી જિલ્લામાં ગ્રામસ્તર સુધી આપત્તિ / હોનારતો સમયે બચાવ અને રાહતની જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો સતત કરવામાં આવે છે. ચોમાસું માથે છે અને વાવાઝોડું કે ભારે વરસાદ અને પૂરની સંભાવનાઓ રહેતી હોય છે.આ ઉપરાંત આગ, મોટા અકસ્માતો અને મકાન તૂટી પડવા જેવી હોનારતો બનતી હોય છે. આવી ઘટનાઓની તાલુકા તંત્રો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વિભાગને જાણ કરવામાં આવે છે. તેની સાથે ઘટનાના સ્થળેથી જ જાગૃત નાગરિકો, આગેવાનો દ્વારા જો આપત્તિ વ્યવસ્થાપન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવે તો ઝડપ થી પ્રતિભાવ આપી શકાય, રિન્સપોન્સ ટાઇમ ઘટે અને બચાવ અને રાહતનું અસરકારક સંકલન કરી શકાય. તેને અનુલક્ષીને ડીપીઓ વડોદરા બંટીશકુમાર લક્ષ્મણભાઈ પરમારે આવી કટોકટીના પ્રસંગે તેમના મોબાઈલ નં.૮૮૬૬૬૨૧૫૧૪ પર તેમને ત્વરિત જાણ કરવા વિનંતી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, તેના લીધે અમે વધુ સારો અને ઝડપી રિસ્પોન્સ આપી શકીશું. વિભાગ દ્વારા ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાના આપત્તિ વ્યવસ્થાપન પ્લાનમાં જરૂરી સુધારા કરીને અદ્યતન કરવામાં આવ્યા છે. શાળાઓ અને તાલુકા મથકે આપત્તિઓને પહોંચી વળવાની સામાજિક સજ્જતા વધારવા જાગૃતિ કાર્યક્રમો સહ તાલીમ યોજવામાં આવે છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે વડોદરા જિલ્લામાં વાવાઝોડા, વરસાદ અને પૂરની સ્થિતિ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.