રાજ્યભરમાં ભારે વરસાદ સાથે ૭ લોકોના મોત થયા છે

દક્ષિણપશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાતનાકેટલાક ભાગો, સમગ્ર કોંકણ, મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, મરાઠવાડા અને કર્ણાટકના મોટાભાગના ભાગો, તેલંગાણા અને રાયલસીમાનાકેટલાક ભાગો, તમિલનાડુના કેટલાક વધુ ભાગો, મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું છે. આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારનાકેટલાક ભાગોમાં પ્રવેશ કરી રહ્યું છે.

ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાકમાં ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અનેગુજરાત રાજ્ય સહિત દેશના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.

હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાના સમયપત્રકના બે દિવસ પહેલા આગમનની જાહેરાત કરી હતી. સોમવારના રોજ રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. ચાર લોકો વીજળી પડતાં મોતને ભેટ્યા હતા, જ્યારે મોરબી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં એક પરિવારના ત્રણના મોત થયા હતા.  દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોમવારના રોજ ગુજરાતમાં પ્રવેશ્યું હતું. સામાન્ય રીતે, રાજ્યમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ ૧૫ જૂન છે. રાજ્યના ૯૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

૧૫ જૂનની પરંપરાગત શરૂઆતની તારીખના બે દિવસ પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાંઆગળ વધ્યું હતું. રવિવારની રાત્રે અને સોમવારની વહેલી સવારે થયેલા વરસાદે રાજકોટ શહેરમાં દાયકાનો સૌથી વધુ ગરમ ઉનાળોઅનુભવ્યો હોય તેવા શહેરને ખૂબ જ જરૂરી રાહત આપી હતી. રાજકોટ શહેરના કેટલાક ભાગોમાં સોમવારે વહેલી સવારે ઝરમરથી હળવો વરસાદ નોંધાયો હતો. આંબેડકર બ્રિજ પર, ઘણા મુસાફરો ઓઇલસ્લીક પર લપસી ગયા હતા, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. રાજકોટ શહેરમાં સોમવારના રોજ લગભગ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૩૪.૭ ડિગ્રી સેલ્સિયસનોંધાયું હતું, જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચું તાપમાન હતું. તે ૨૦ એપ્રીલ બાદ ૪૦ ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાનનો પ્રથમ દિવસપણ હતો. આ સાથે ૪૦ ડિગ્રી સેલ્સિયસ પર, કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર હતું.