વલસાડમાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી જ પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ અને ૪૦ ગામોને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતું. તો અંડર પાસમાં પાણી ભરાવાને કારણે ઘણા વાહનો પ્રસાર થતી વેળા બંધ થઈ ગયા હતા તો પોલીસ દ્વારા અંડર પાસ બેરીકેટિંગ કરી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. સાથે વલસાડ અને ધરમપુરને જોડતા સ્ટેટ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ જવા ગયા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં એક એનડીઆરએફની ટીમને પણ રાખવામાં આવી છે તો જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ પણે સજ્જ જોવા મળ્યું છે.

વલસાડ જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને છીપવાડ રેલવે અંડર પાસ, મોગરવાડી અંડર પાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા દિવ્યાંગ મોપેડ ચાલકની મોપેડ છીપવાડ રેલવે ગરનાળામાં ફસાઈ હતી. વરસાદી પાણીનો ભરાવો થતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.રાજ્ય હવામાન વિભગની અગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદે બેટિંગ શરૂ કરી છે.

વલસાડ જિલ્લામાં કુલ. ૨૧૧એમએમ એટલે કે ૮.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ પારડી તાલુકામાં ૫૨ એમએમ અને સૌથી ઓછો વરસાદ કપરાડા તાલુકામાં ૪ એમએમ વરસાદ નોંધાયો છે.