આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના : હવામાન વિભાગ

હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ સાથે જ ૨૪ કલાક પછી આગામી ૫ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે અમદાવાદમાં આજે સાંજે સામાન્ય વરસાદ રહશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેથી વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૨૪ કલાક ભારે વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુાસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વરસી શકે છે.ગુજરાતમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. રાજ્યના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમ ૪૭ ટકા કરતા વધુ ભરાયા છે. જ્યારે કચ્છના ૨૦ ડેમ ૫૧ ટકા કરતા વધારે ભરાયા છે.

તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં ૫૪ ટકા કરતા વધારે પાણી ભરાયા છે.રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાયેલી તારાજી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી જાણકારી મેળવી હતી. તેમજ NDRF,SDRF અને પ્રશાસન પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે.