ભચાઉ પાસે પ્લાસ્ટિક સામગ્રી બનાવતા મીની એકમમાં આગથી ભારે નુકસાન

ભચાઉની પૂર્વ દિશાએ આવેલા લોધીડા ઓવરબ્રિજ પાસે રાત્રિએ એક પ્લાસ્ટિક બનાવટના મીની ઉદ્યોગમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે આસપાસના લોકોએ તંત્રમાં જાણ કરતા સુધરાઈ હસ્તેના ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઇટર વડે આગ પર પાણીનો મારો ચલાવી કલકોનો જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે ભીષણ આગથી એકમ અંદર રહેલી પ્લાસ્ટિક સામગ્રી બળીને ખાક થઈ જતા મોટું આર્થિક નુકશાન થયાનું જાણવા મળ્યું હતું.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ ભચાઉ દુધઈ માર્ગ પરના લોધેશ્વર રેલવે ઓવરબ્રિજ નીચે કાર્યરત પ્લાસ્ટિક સામગ્રી બનાવતા એકમમાં રાત્રીના અંદાજિત કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. તીવ્ર ઠંડીના માહોલ વચ્ચે પણ આગની ઘટના સર્જતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે ઘટનાની જાણ થતાં તુરંત પહોંચી આવેલા ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં સુધારાઈના પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર જોડાયા હતા.