ઈન્ડસ્ટ્રીના કનેકશન કાપવા અંગે હાઈકોર્ટમાં સુનાવણી

પ્રદૂષણ મામલે કોર્ટ કેટલીક મહત્વની ટકોર કરી અને અવલોકન પણ કર્યું હતું. આ મામલે જોઇન્ટ ટાસ્ક ફોર્સ સમિતિ અને કોર્ટ મિત્રએ આ બાબતે પોતાનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. બંને રિપોર્ટમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૧ની હાલત જ પ્રદુષિત છે, તો ફેઝ ૨ના બાંધકામ સામે પણ સવાલ ઉભા કરાયા હતા. કોર્ટ મિત્ર હેમાંગ શાહ અને જોઇન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જેમાં હાલ સાબરમતી રિવરફ્રન્ટ ફેજ-૧ની હાલત જ ખૂબ ગંભીર અને ચિંતાજનક છે. તેવામાં ફેસ-૨નું બાંધકામ તથા મોટા ઓલમ્પિક રમતોત્સવનું આયોજનની વાતો ચાલી રહી છે. જોકે તેના બદલે હાલ નદીને પ્રદુષિત થતી બચાવવા માટે જે કાર્યવાહી અને ખર્ચ કરવો પડે તેમાં વધુ ધ્યાન આપવાની જરૂર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટાસ્ક ફોર્સ સમિતિના સભ્ય રોહિત પ્રજાપતિએ રજુ કરેલ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાલ જે ૭ GPCBના CE અને ૧૪ STP પ્લાન્ટ છે, તે તમામની હાલત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. મોટી વાત એ છે કે ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બે સુએઝ પ્લાન્ટનું કનેક્શન સાબરમતી રિવરફ્રન્ટમાં આપવામા આવ્યુ છે, જે અધિકૃત રીતે પરવાનગી ધરાવે છે, પરંતુ તેમ છતાં તેનું પાણીનું પ્રમાણ ખૂબ જ પ્રદૂષિત છે. જેથી હાલ છે રિવરફ્રન્ટ છે તેની હાલત ખરાબ છે, તો રિવરફ્રન્ટના બીજા તબક્કામાં પોલ્યુશનનો લોડ દૂર કરી શકાશે કે કેમ, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હાઈકોર્ટે CE પ્લાન્ટના કોન્ટ્રકટર પાસે બેંક ગેરંટી જપ્ત કરવામાં પણ કહ્યું હતું.

છેલ્લી સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો અંગે ટકોર પણ કરી અને કહ્યું કે ભલે તેમની પાસે ડિવાઇન પાવર ન હોય પરંતુ તેમની પાસે પેનનો પાવર છે. તેઓ આ પ્રદૂષણ મામલે સાથે મળીને નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.

ઔદ્યોગિક એકમો સામે કોર્પોરેશન કનેક્શન કાપવાની કામગીરી કરી રહ્યું છે તે અંગે પણ કોર્ટે કહ્યું હતું કે કોર્પોરેશન પોતાની કામગીરી ચાલુ રાખે, જે કોઈ વ્યક્તિ અથવા રાજકારણી તેમની કામગીરીમાં દખલ કરે તેમના નામ સીલ કવરમાં તેમને આપવામાં આવે, આગળ શું કરવું તે આ અંગે કોર્ટ ર્નિણય લેશે. કોર્પોરેશન આ બાબતે કોઈપણ સંકોચ હોય, જરુર પડે ગમે ત્યારે તેમની પાસે આવી શકે છે.સાબરમતી પ્રદૂષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી કેટલાક ખાનગી ઔદ્યોગિક એકમોએ કરેલ અરજીને લઈ આજે કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. કોર્ટના આદેશ બાદ કોર્પોરેશનની કનેક્શન કાપી નાંખવાની કામગીરી સામે સાત જેટલા ઓધોગિક એકમોએ અરજી કરી હતી. જે મામલે કોર્ટે ટાસ્ક ફોર્સ, કોર્ટ મિત્ર અને ખાનગી એકમોને સાથે મળી જેમની પાસ પોતાની માલિકીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, તે અંગે ર્નિણય લેવા કહ્યું હતું. જે અંગે આજે કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. આ મામલે અન્ય એક પર્યાવરણવિદે પ્રદુષણ મામલે કેસમાં પાર્ટી તરીકે જોડાવવા અરજી કરી છે. આજે હાથ ધરાનાર સુનાવણીમાં ટાસ્ક ફોર્સ તથા કોર્પોરેશન અને GPCB અત્યાર સુધી કરેલ લેટેસ્ટ કામગીરી અંગેની વિગતો કોર્ટ સમક્ષ મુકશે. અગાઉની સુનાવણીમાં દરમિયાન અરવિંદ લિમિટેડના સેમ્પલમાં મર્ક્‌યુરી મળી આવ્યું હતું. પરંતુ GPCB રિપોર્ટમાં મર્ક્‌યુરી ન હોવાનો ઉલ્લેખ અરવિંદ લિમિટેડના એડવોકેટે કર્યો, જેને જસ્ટિસ પારડીવાલાની બેન્ચે નકારી કાઢતા, કહ્યું કે GPCB પર તેમને વિશ્વાસ નથી. તેઓ કોર્પોરેશન પર વિશ્વાસ કરે. જે બાદ હવે સેમ્પલ અંગેના વિવાદ તથા, સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ લેબોરેટરીમાં અરવિંદ લિમિટેડના સેમ્પલ મોકલવા માટે કહ્યું હતું.