સ્ક્રીન ટાઇમમાં વધારો બાળકો માટે માયોપિયાના કેસોમાં વધારા માટે ચિંતાજનક પરિબળ છે

કોવિડ-19 મહામારીને કારણે શાળાઓ બંધ રહેવાથી વિદ્યાર્થીઓ રિમોટ લર્નિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને અભ્યાસ કરી રહ્યાં છે, જેના કારણે આ બાળકોની આંખો પર વધારે જોર પડવાથી દુનિયાભરમાં લાખો વિદ્યાર્થીઓ વચ્ચે નાની વયે માયોપિયા (લઘુદ્રષ્ટી)નું જોખમ ઊભું થયું છે.

 

અમદાવાદની ડો. અગ્રવાલ્સ આઈ હોસ્પટિલના ક્લિનિકલ સર્વિસીસના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મોલોજિસ્ટ અને રિજનલ હેડ ડૉ. નીરા કંજાનીએ કહ્યું હતું કે, જ્યારે આપણા બાળકો સ્ક્રીન સાથે સક્રિયપણે સંકળાયેલા છે, ત્યારે આ હકીકત બહાર આવી તથા સતત સ્ક્રીન સામે જોવાથી આપણી આંખો અને વિઝન પર કેવી અસર થાય એનો વધારે અભ્યાસ કરવો આવશ્યક છે. ઘણા બાળકો અને કોલેજિયનો આંખોમાં બળતરા, ધૂંધળી દ્રષ્ટિ, અવારનવાર માથાના દુઃખાવા અને ડબલ વિઝનની ફરિયાદ કરે છે. આ સમસ્યાઓનું મુખ્ય કારણ બ્રેક વિના કલાકો સુધી બ્રાઇટ સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. અત્યારે હોસ્પિટલની મુલાકાત લેતા દર 10 બાળકોમાંથી 6 બાળકો માયોપિયા ધરાવે છે. માયોપિયા ઉપરાંત અમે એસ્ટિગ્મેટિઝમ (ક્રોસ-સીલિન્ડર પાવર), હાયપરમેટ્રોપિયા (ગુરુ દ્રષ્ટિની ખામી), આંખો ત્રાંસી થઈ જવી અને બાળકોમાં ઇન્ફેક્ટિવ કે એલર્જિંક કન્જક્ટિવિટિસનું નિદાન કર્યું છે.

 

અત્યારે બાળકોમાં એવા ચિહ્નો જોવા મળે છે, જે સામાન્ય રીતે અગાઉ પુખ્તોમાં જોવા મળતાં હતાં. ડૉ. નીરા કંજાનીએ ઉમેર્યું હતું કે, મહામારીને કારણે ઓનલાઇન વર્ગો, સતત ટેલીવિઝન જોવું અને વીડિયો ગેમ્સના કલાકો, ખાસ કરીને સ્મોલ સ્ક્રીન પર કલાકો વધવા જેવી આદતો બદલાઈ જવાથી પેટર્ન બદલાઈ ગઈ છે. પોષકદ્રવ્યો ધરાવતા અને સંતુલિત આહાર, બહાર રમવા માટેનો સમય વધારવાથી અને મર્યાદિત સ્ક્રીન ટાઇમ – આ આદતોથી સમસ્યાને અસરકારક રીતે નિયંત્રણમાં રાખી શકાશે.

 

માપોપિયા વિકસી શકે છે અથવા જન્મજાત એમ બન્‍ને હોઈ શકે છે. જોકે નજીકથી જોવાની ખામીથી પીડિત માતાપિતાઓએ પણ સક્રિય રહેવાની જરૂર છે, તેમના બાળકો પર સતત નજર રાખવી પડશે, કારણ કે તેમના બાળકોમાં સમસ્યા ઊભી થવાનું જોખમ વધારે છે. માયોપિયા એવી સ્થિતિ છે, જેમાં ક્યારેય સુધારો થતો નથી. જોકે સૂચિત ચશ્માંથી એને નિયંત્રિત કરી શકાય છે. ડૉ. નીરા કંજાનીએ સમજાવ્યું હતું કે, સારવારનો ઉદ્દેશ બાળકનું વિઝન સુધારવાનું છે અને સ્થિતિમાં વધારે બગાડ અટકાવવાનો છે. માયોપિયાની સમસ્યાને આગળ વધતી અટકાવવા એટ્રોપીનના 0.01% ટીપાની ભલામણ પણ કરવામાં આવે છે. જ્યાં સુધી આંખો ત્રાંસી થવાનો સવાલ છે, ત્યાં સુધી અમે ગ્લાસ કે સર્જરીથી એનું સમાધાન કરી શકીએ. જો માયોપિયાની સારવાર ન થાય, તો પડદો ખસી જવાનું અને ઝામરનું જોખમ ઊભું થઈ શકે છે, પણ આ જોખમનું નિવારણ કરવા દર વર્ષે રેટિનાનું અને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશરનો ચેકઅપ કરવાની સલાહ આપવામાં આવે છે.

 

ડૉ. નીરા કંજાનીએ તેમની વાત પૂર્ણ કરતાં કહ્યું હતું કે, જ્યારે આંખો લાંબી થાય છે અથવા અતિ સાંકડો નેત્રપટલ થાય છે, ત્યારે માયોપિયાની સમસ્યા પેદા થાય છે. પરિણામે પ્રકાશના કિરણો રેટિના પર આવવાને બદલે એની સામે પડે છે. આ સ્થિતિમાં તમે નજીકની ચીજવસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકો છો, પણ દૂરની ચીજવસ્તુઓ ધૂંધળી દેખાય છે. કેટલાંક અભ્યાસોમાં જાણકારી મળી છે કે, નજીકથી સ્ક્રીન પર કામ કરવાના કલાકોમાં વધારો થવાથી અને આઉટડોર કામગીરી ઘટવાથી કેટલાંક લોકોમાં બાળપણમાં માયોપિયાની સમસ્યા વધી શકે છે. ત્રાંસી આંખો માટે દ્રષ્ટિનો તણાવ જવાબદાર પરિબળ હોઈ શકે છે અને માયોપિયાની સમસ્યામાં વધારો કરી શકે છે. અત્યારે માયોપિયાની સમસ્યા ભારતમાં શાળાઓમાં અભ્યાસ કરતાં વિકસિત અને અપૂરતો વિકાસ એમ બંને પ્રકારના બાળકોમાં વધી રહી છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

હોસ્પિટલ બાળકોને જાન્યુઆરી, 2022ના અંત સુધી 50 ટકા ફી પર કન્સલ્ટિંગ સેવાઓ ઓફર કરે છે.