હાથમતી જળાશયમાંથી પાણી છોડાતા સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

સાબરકાંઠાઃ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને હાથમતી જળાશયમાંથી રવી સિઝન માટે સિંચાઈનુ પાણી છોડવામાં આવશે. ખેડૂતોએ રવી સિઝનને લઈ વાવેતર સારા પ્રમાણમાં કર્યુ છે. જેને લઈ ખેડૂતોને હવે સિંચાઈનુ પાણી સમયસર મળી રહેવાને લઈ મોટી રાહત સર્જાશે.

રવી સિઝન માટે શુક્રવાર એટલે કે ૧૭ નવેમ્બરથી સિઝનનુ પ્રથમ પાણી હાથમતી જળાયમાંથી છોડવામાં આવ્યુ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાના ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈનુ પાણી આપવામાં આવશે. અ, બ અને ક ઝોન કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે. ૩૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ હાથમતી જળાશયમાંથી છોડવામાં આવેલ પાણીથી લાભ મળશે. રવી સિઝનમાં હાથમતી જળાશયમાંથી પાંચ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવનાર છે.