મગફળીનાં ૧૫૦૦થી વધુના ભાવ મળતા બનાસકાંઠામાં ખેડૂતોમાં છવાયો આનંદ

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબ જ સારા ભાવો મળી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના ૧૨૭૩ રૂપિયા ભાવ કરતાં પણ વધારે ૧૨૫૦થી ૧૫૮૧ રૂપિયા જેટલો પ્રતિમણે મગફળીનો ભાવ ખેડૂતોને ઓપન માર્કેટમાં મળી રહેતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે.

બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે. બીપરજોય વાવાઝોડા સહિત ભારે વરસાદમાં અનેક પાકોમાં મોટું નુકશાન સહન કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે. બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં હોય છે. આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે. જેને લઈને ડીસા પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચવા ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડમાં રોજની ૪૦થી ૪૫ હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે તો અત્યારે ડીસા માર્કેટયાર્ડના ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને મગફળીના મણે ૧૩૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેટલા સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીમાં પ્રતિ મણે ૨૦૦થી ૨૫૦ રૂપિયા વધારે ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં ટ્રેક્ટરો ભરીને મગફળી વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતો આગામી સીઝનમાં અન્ય પાકોનું સમયસર વાવેતર કરી શકશે. હાલ ડીસા માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવ્યો ભાવ ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધી મળી રહે છે, જે સરકારના ટેકાના ભાવ કરતા વધારે છે. જેથી અમને મોટો ફાયદો થઈ રહ્યો છે. અમે અમારી મગફળી લઈને વેચવા માર્કેટયાર્ડમાં આવ્યા છે, અહીં સારા ભાવ મળી રહ્યા છે અને પેમેન્ટ પણ તરત મળે છે અમે ખુશ છીએ. અમે આજે મગફળી વેચવા આવ્યા છે મને ૧૪૩૧ રૂપિયા ભાવ મળ્યો છે જે ટેકાના ભાવ કરતા વધારે છે અને અહીં તરતજ પેમેન્ટ મળે છે ટેકાના ભાવમાં મહિને પૈસા મળે છે. અમે ખુબજ ખુશ છીએ.

સરકાર દ્વારા મગફળીનો મણે ૧૨૭૩ રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જોકે તેની ખરીદી હજુ શરૂ થઈ નથી. જોકે ટેકાના ભાવમાં મગફળી વેચનારા ખેડૂતોને નાણાં મળવામાં પણ વિલંબ થતો હોય છે. જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને હાથો હાથ રોકડા રૂપિયા મળી રહે છે જેને લઈને ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઇ રહ્યું છે. જેથી ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની લગભગ ૪૦થી ૪૫ હજારથી વધુ બોરીની આવક થઈ રહી છે. ગત વર્ષે ૧૬ લાખ મગફળીની બોરીની આવક થઈ હતી. અને ભાવ ૯૭૧થી ૧૪૫૧ રૂપિયા ભાવ હતો, જેમાં ૧૨૭૭ એવરેજ ભાવ હતો પરંતુ આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ૧૨૫૦થી ૧૫૮૧ રૂપિયા પ્રતિ મણે ખેડુતોને મગફળીનો સારો ભાવ મળી રહ્યો છે. વર્તમાન સમયમાં મગફળીની આવક જોતાં આ વર્ષે લગભગ ૨૦ લાખ બોરીની આવક થવાની શક્યતા છે.

આ ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોવાના લીધે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ ના પડે. હાલ માર્કેટમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે રોજની ૪૦થી ૪૫ હજાર કરતા વધુ બોરીની આવક નોંધાઈ રહી છે. આ વર્ષે ૨૦ લાખથી વધુ બોરીની આવક થશે. ચોમાસુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થતાં ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં પોતાની મગફળી લઈને વેચવા મોટા પ્રમાણમાં આવ્યા છે આપ જાઈ રહ્યા છો કે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ સારૂં થયું છે અને હાલ તેના ભાવો પણ સારા મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોની મગફળીથી માર્કેટો ઉભરાઈ રહ્યા છે અને ખેડૂતોને સારા ભાવ મળતાં ખેડૂતો આગામી રવિ સિઝનનું વાવેતર સમયસર કરી શકશે.