સુરત કોવિડ-૧૯માં વેસ્ટ મેનેજમેન્ટ માટે મૉડલ સેન્ટર તરીકે ઉભરી આવ્યું, ઈન્ડો-નોર્વેજિયન અભ્યાસનો અહેવાલ

માર્ચ-જુલાઈ ૨૦૨૦ દરમિયાન સુરતમાં યોજાયેલા અનૌપચારિક ક્ષેત્ર અને બાયોમેડિકલ તથા પ્લાસ્ટિક કચરો પેદા કરતા અને હેંડલિંગ પરના કોવિડ-૧૯ રોગચાળાના પ્રભાવ વિશેના ઈન્ડો-નોર્વેજિયન અભ્યાસમાં સુરત એક મૉડલ સિટી તરીકે ઉભરી આવ્યું છે, જ્યાંથી રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં અનુકરણ કરી શકાય છે.

આ અભ્યાસ નવી દિલ્હીમાં રોયલ નોર્વેજિયન દૂતાવાસ દ્વારા સમર્થિત હતો અને નોર્વેજિયન ઈન્સ્ટિટ્યુટ ફૉર વોટર રિસર્ચ (NIVA), મ્યુ ગામા કંસલ્ટન્ટ પ્રા. લિ. (MGC) અને ટોક્સિસ લિંક દ્વારા સંયુક્ત રીતે ઈન્ડો-નોર્વેજિયન પ્રોજેક્ટ ટીમ (INOPOL) દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો. અહેવાલના તારણો ઈન્ડો-નોર્વેજિયન પ્રોજેક્ટ ટીમ દ્વારા આયોજિત કરાયેલા “ધ ઇર્ન્‌ફોમલ સેક્ટર, પ્લાસ્ટિક અને બાયોમેડિકલ વેસ્ટ-પરસ્પેક્ટિવ્સ એન્ડ ટ્રેન્ડ્‌સ ડ્યુરિંગ કોવિડ-૧૯” વેબિનાર દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ વેબિનારમાં ઉપસ્થિત આમંત્રિત નિષ્ણાતોએ વેસ્ટ મેનેજમેન્ટ ઈકોસિસ્ટમના મુખ્ય પાસાઓ પર કોવિડ-૧૯ની સ્થિતિના પ્રભાવ વિશે ચર્ચા કરી હતી.

નિષ્ણાતોએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે અનૌપચારિક મજૂરોની આજીવિકા અને સ્વાસ્થ્ય જાેખમોના ભેદ્યતાને ઘટાડવા અને કાર્યદક્ષ વેસ્ટ મેનેજમેન્ટમાં અનૌપચારિક ક્ષેત્રની ભૂમિકાને મજબૂત કરવા માટે વધુ માન્યતા અને ટેકો આપવો જાેઇએ.
અભ્યાસના સહ-લેખક ડૉ. હેન્સ નિકોલાઇ એડમે એ વાત પર પ્રકાશ પાડ્યો કે પ્રકૃતિના વધુ આંતરશાખીય કાર્યોને સંચાલિત કરવાની જરૂરિયાત છે અને વ્યાપકતા આધારિત, ન્યાયસંગત અને પર્યાવરણ અનુકૂળ ઉકેલ શોધવા માટે નીતિ પ્રક્રિયાઓ સાથે જાેડાયેલ છે જે ઉપેક્ષિત અનૌપચારિક ક્ષેત્રને સામેલ કરી સંયુક્ત રીતે પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરે છે. અભ્યાસ વૈશ્વિક મુદ્દાઓના વધુ સ્થાનીક ઉકેલો શોધવા માટે ઉપયોગી આંતરરાષ્ટ્રીય સહયોગના મૂલ્ય પર પણ પ્રકાશ પાડે છે.

આ અભ્યાસ દર્શાવે છે કે સૂરતમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વધુ ક્ષમતા છે, તો કોવિડ-૧૯ની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો (જેવાં કે વૈશ્વિક તેલની કિંમતો / રિસાયકલિંગ પ્લાસ્ટિકની કિંમત)ની હતાશાએ ઔપચારિક અને અનૌપચારિક પ્લાસ્ટિક વેસ્ટ વેલ્યૂ ચેઇનને વિક્ષેપિત કરી છે, તે સુરતમાં થોડી ઓછી જાેવા મળી છે. પ્રથમ હરોળના મજૂરોના દૂષિત બાયોમેડિકલ વેસ્ટના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય જાેખમ એક વધુ મહત્વપૂર્ણ ચિંતા હતી.
મ્યુ ગામા કંસલ્ટંન્ટ્‌સના ફાઉન્ડર-ડિરેક્ટર ડૉ. ગિરિજા ભારતે જણાવ્યું, “અમારો અભ્યાસ તે સમજવાનો પ્રયાસ છે કે કોવિડ-૧૯ના પ્રકોપે પ્લાસ્ટિક અને બાયોમેડિકલ વેસ્ટ મેનજમેન્ટને કેવી રીતે અસર કરે છે અને કામચલાઉ પગલા સૂચવે છે જે વેસ્ટ મેનેજમેન્ટમાં સામેલ અનૌપચારિક ક્ષેત્રને મજબૂત કરી શકે છે.

કોવિડ-૧૯ મહામારીનો આજીવિકાના નુક્શાન, રિવર્સ માઇગ્રેશન અને સામાજિક સુરક્ષાના અભાવની સાથે અનૌપચારિક વેસ્ટ મેનજમેન્ટ શ્રમિકો પર વધુ સ્પષ્ટ પ્રભાવ પડે છે. નગરપાલિકાઓ અને સ્વાસ્થ્ય પ્રણાલીઓ વચ્ચે સમન્વય, શિક્ષા અને જાગૃતતા પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા વિભક્ત નીતિ અને વિસ્તૃત માર્ગદર્શિકાની જરૂર છે.”

નોર્વેજિયન ઈન્સ્ટિટ્યુટ ફૉર વોટર રિસર્ચના શોધ વિજ્ઞાની એરિક હોવલેન્ડ સ્ટેઇન્ડલની અધ્યક્ષતામાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેઓએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કોવિડ-૧૯ મહામારીએ ઔપચારિક અને અનૌપચારિક બન્ને ક્ષેત્રોમાં કેટલીક નબળાઇઓ અને ક્ષતિઓ જાહેર કરી છે અને તે સમજવાનું મહત્વપૂર્ણ છે કે મજબૂત લાંબાગાળાના ઉકેલને કેવી રીતે વિકસીત કરવામાં આવે જે સામાજિક-આર્થિક વિકાસના મુદ્દાઓને ઘટાડવાનો ભાગ છે.
નોર્વેજિયન ઈન્સ્ટિટ્યુટ ફૉર વોટર રિસર્ચના રિસર્ચ ડેરેક્ટર ડૉ. થોર્જાેર્ન લાર્સેને જણાવ્યું, “ઇન્ફોર્મલ વેસ્ટ મેનેજમેન્ટ શ્રમિકો વિશેષ રૂપથી કોવિડ-૧૯ મહામારીની ઝપેટમાં આવે છે. આ અભ્યાસ વેસ્ટ મેનેજમેન્ટ શ્રમિકોની પરિસ્થિતિની સારી સમજ મેળવવા, તેઓ કેવી રીતે કોવિડ-૧૯ રોગચાળો સંકટનો સામનો કરી રહ્યા છે અને વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અનૌપચારિક ક્ષેત્રને મજબુત બનાવવા માટેના પગલાઓની ભલામણ કરે છે તે માટે પહોંચવાનો પ્રયાસ છે.”

સીપીસીબી તરફથી યોથિકા પુરીએ જણાવ્યું કે સંકટના પડકારોમાં અયોગ્ય અલગતા અને તે તથ્યને સામેલ કરવામાં આવ્યું કે પ્લાસ્ટિક-બાયોમેડિકલ અને ઘન કચરા વચ્ચે કોઇ ભેદભાવ નથી. જેના પરિણામસ્વરૂપ તટીય જળમાં વધુ માત્રામાં ભૂસ્ખલન અને કચરો તરી રહ્યાં છે. મ્યુનિસિપલ સંસ્થાઓ આ પરિદ્રશ્યમાં મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ કચરા ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર અને સરકાર વચ્ચે સંકલન કરે છે.”