ઈરાનમાં ભૂકંપથી મચી ગઈ તબાહી, અસંખ્ય લોકો ઘાયલ

ઈરાનના પશ્ચિમોત્તર વિસ્તારના ખોય શહેરમાં શનિવારે આવેલા ૫.૯ની તિવ્રતાના ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૪૪૦ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ ઉત્તર પશ્ચિમી ઈરાનના પશ્ચિમ અઝરબૈઝાન પ્રાંતના ખોય શહેરમાં શનિવારે રાતે આવ્યો હતો. ઈમરજન્સી સેવાઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તુર્કી-ઈરાન સરહદની નજીક ઉત્તર પશ્ચિમી શહેરમાં આ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઈરાની અધિકારીઓએ કહ્યું કે, આ ત્રાસદીથી પ્રભાવી પશ્ચિમ અઝરબૈઝાન પ્રાંતમાં રાહત અને બચાવ ટીમો મોકલવામાં આવી છે.

સરકારી મીડિયા અનુસાર, હોસ્પિટલો એલર્ટ પર રાખવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓના એક અધિકારીએ ઈરાનના સરકારી ટીવીને જણાવ્યું છે કે, ભૂકંપની અસરવાળા વિસ્તારમાં બરફવર્ષા થઈ રહ્યો છે. ત્યાંનું તાપમાન ઝીરો ડીગ્રી સેલ્સિયસથી નીચે છે અને અમુક જગ્યા પર વિજળી સપ્લાઈ ઠપ થવાની સૂચના મળી રહી છે. ઈરાનથી થઈને કેટલાય પ્રમુખ ભૂગર્ભીય ફાલ્ટલાઈંસ પસાર થાય છે. જેના કારણે હાલના વર્ષોમાં ત્યાં કેટલાય વિનાશકારી ભૂકંપ આવી ચુક્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે જૂલાઈ ૨ના રોજ ઈરાનમાં એક જોરદાર ભૂકંપ આવવાથી તબાહી મચી હતી. આ ભૂકંપના ઝટકા પાડોશી દેશ કતર અને યૂએઈની સાથે ચીન સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અમેરિકી જિયોલોજિકલ સર્વેના રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતાને ૬.૦ બતાવી હતી. આ તેજ ભૂકંપના કારણે ૫ લોકોના મોત થયા હતા અને ૪૪ લોકો ઘાયલ થયા હતા. જૂલાઈમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ઈરાનના હોર્મોજગન પ્રાંતના પોર્ટ શહેર અબ્બાસના દક્ષિણ પશ્ચિમમાં ૧૦૦ કિમી દૂર ૧૦ કિમી ઊંડાઈમાં હતું. ઓક્ટોબર ૨૦૨૨માં પણ ઈરાનના ખોવી ગામ નજીક રિક્ટર સ્કેલ પર ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.