દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા ૫.૪ હોવાનું સામે આવ્યું

દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. તો ૧૨ નવેમ્બરની સાંજે ઉત્તરાખંડમાં પણ ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા ૫.૪ હોવાનું સામે આવ્યું છે.  એક સપ્તાહમાં બીજીવાર  દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપ આવવાની સાથે લોકો ઓફિસ અને ઘરોમાંથી બહાર નિકળી ગયા હતા. ૧૩ નવેમ્બરની સવારે ઉત્તરાખંડના ઋષિકેશમાં પણ ભૂકંપના ઝટકા લાગ્યા છે. તેની તીવ્રતા ૩.૪ માપવામાં આવી હતી.

દિલ્હી નજીક આવેલા નોઇડા, ગાઝિયાબાદ સહિત ઘણા શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તો ઉત્તરાખંડના પૌડી, ટિહરી, બાગેશ્વર, પિથૌરાગઢમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા છે. રિક્સર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ માપવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે રાજધાની અને તેની આસપાસના વિસ્તારમાં આશરે ૫૪ સેકેન્ડ સુધી ભૂકંપના જટકા અનુભવાયા હતા. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પહેલા છ નવેમ્બરે રાત્રે ૧.૫૭ કલાકે ભૂકંપના મોટા ઝટકા આવ્યા હતા. ત્યારે પણ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ત્યાં ભૂકંપને કારણે છ લોકોના મોત થયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી હતી.