ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જાણકારી આપી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજારથી વધુ કેસ

ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૧,૭૭૩ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી ૧૦૩૫૧ એવા કેસ સામેલ છે જેમાં કોઈ લક્ષણ નથી. આ જાણકારી ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આપી છે. ચીનમાં પાછલા સપ્તાહે કોવિડ-૧૯ કેસમાં વધારો ‘ઝીરો કોવિડ’ રણનીતિ માટે પડકાર ઉભો કરી રહ્યો છે, જે હેઠળ દરેક સંક્રમિત વ્યક્તિને ક્વોરન્ટાઈનમાં રાખવાનો છે.

ચીનમાં શુક્રવારે જાહેર નિયંત્રણ ઉપાયોગમાં ફેરફાર હેઠળ દેશમાં આવનાર વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો સાત દિવસથી ઘટાડી પાંચ દિવસ કરવામાં આવ્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓના ખર્ચ અને તેના દ્વારા રજૂ થતી મુશ્કેલીને દૂર કરવાનો છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે ઝીરો કોવિડ નીતિ યથાવત રહેશે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચ અનુસાર ૧.૩ કરોડની વસ્તીવાળા શહેર ગ્વાંગઝૂમાં કોવિડ-૧૯ના ૩૭૭૫ કેસ સામે આવ્યા, જેમાં ૨૯૯૬ એવા લોકો સામેલ છે, જેમાં કોઈ લક્ષણ નથી. ગ્વાંગઝૂના હાઇઝૂ જિલ્લામાં લોકોને નજીતના ટેસ્ટિંગ સ્થળ પર જવા કે ઘર રહેવા માટે કહેવામાં આવ્યું છે જેથી કોરોના ટેસ્ટ થઈ શકે. આ જાહેરાત જિલ્લા સરકારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી છે. દરેક ઘરના એક સભ્યને ભોજન ખરીદવા જવાની મંજૂરી આપવામાં આવી છે.