સુરેન્દ્રનગરના ઢાંકી ગામને પાણી ન મળતા તંત્ર સામે મોરચો માંડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા મથકથી ૧૫ કી.મી. દૂર ઢાંકી ગામ આવેલું છે. તે ગામને વિઠ્ઠલગઢથી પાણી આપવામાં આવે છે, પરંતુ ઢાંકી છેવાડાનું ગામ હોવાથી ગામને મહિને પાંચેક વાર પણ માંડ પાણી મળે છે. જેથી ગ્રામજનોને હમેંશા પાણીની તંગી રહે છે. જેને લઈ તાલુકા પંચાયતનાં સા.ન્યા.સમિતિ ચેરમેન મધુબેન મકવાણા તેમજ ગામનાં સરપંચ પી.બી.મકવાણાએ પાણી પુરવઠા મંત્રીને ગામની નજીક આવેલા પંપીંગ સ્ટેશન એનસી ૨૬માંથી પાણી પૂરૂં પાડવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે મંત્રી દ્વારા તા.૨૨-૪-૨૨ના રોજ ઢાંકી ગામને એનસી ૨૬ પંપીંગ સ્ટેશનમાંથી પીવાનું પાણી આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.

મંત્રીનો આદેશ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ઢાંકી ગ્રામપંચાયત દ્વારા તા.૩૦-૫-૨૨ના રોજ લખતર મામલતદારને આવેદનપત્ર આપી જો તા.૮ જૂન સુધીમાં કામગીરી શરૂ નહીં થાય તો તા.૯ જૂનથી એનસી ૨૬ સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ છતાં પણ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા તા.૯ જૂનથી સા. ન્યા.સમિતિ ચેરમેન, ગામના સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો પોતાની માગ સાથે એનસી ૨૬ પંપીંગ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન છેડ્યું હતું.સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઢાંકી ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ છે.

છેવાડાનું ગામ હોવાના કારણે મહિને પાંચ વખત જ પાણી મળે છે. જેથી ગ્રામજનોએ આ અંગે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. જે રજૂઆતને ધ્યાને લઈ મંત્રીએ ઢાંકી ગામને એનસી-૨૬ પંપીંગ સ્ટેશનમાંથી પીવાનું પાણી આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, મંત્રીનો આદેશ છતાં તંત્ર દ્વારા ગામને પાણી આપવામાં આવ્યું ન હતું. જેથી તા.પં. સા. ન્યા. ચેરમેન, સરપંચ સહિત ગ્રામજનોએ એનસી-૨૬ સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.