લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધૂમ્મસનું વાતાવરણ, ધૂમ્મસથી લોકોમાં આનંદ છવાયો

પશ્ચિમ કચ્છની છેવાડે આવેલા લખપત તાલુકામાં આજ વહેલી સવારથી ગાઢ ધુમ્મસનું વાતવરણ છવાયું હતું. તાલુકાના વડા મથક દયાપર સાથે માતાના મઢ, ઘડુંલી અને પાંધ્રો સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસનું આવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે પર્વતીય ક્ષેત્રમાં નયનરમ્ય દ્રષ્યો સર્જાયા હતા. તો ધૂંધણા મહોલથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ધોરીમાર્ગ પર દિવસે પણ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. જોકે વર્ષના પ્રમથ માકપટથી સ્થાનિક લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઈ હતી. લખપત તાલુકાના વડા મથક દયાપર અને ડુંગરાણ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ સહિતના ગામમાં ધુમમસની ચાદર છવાઈ ગઈ હતી.

સ્થાનિક ભરત ત્રિપાઠીના જણાવ્યાં અનુસાર, વર્ષના પ્રથમ માકપટથી દયાપર, પાનધ્રો, ઘડુલી, માતાનામઢ, દોલતપર સહિત ગામોમાં ઉભા પાકને આંશિક ફાયદો થવાની સંભાવના છે. જોકે ધુમ્મસ છવાતા વાતવરણ ખુશનુમા બની ગયું હતું. ખાસ કરીને ધૂંધણા માહોલ વચ્ચેથી પસાર થતા અબોલ પશુઓની વણઝાર સાથે ચાલતા માલધારીઓ અને ભીંની પાંખો સાથે છુપાઈને બેઠેલા પક્ષીઓના દ્રષ્યો આંખોને વિશેષ ઠંડક આપતા જણાયા હતા.