જૂનાગઢમાં ભારે વરસાદ બાદ લોકોનાં ઘરોમાં નુક્શાન

જૂનાગઢમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરમાં ૧૦૦ ઘરોમાં તબાહી સર્જાઈ છે. લોકોના ઘરોમાં કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિકો પરેશાન છે. ભારે વરસાદના કારણે પાણી આવતા પહેલા લોકોએ ઘર બચાવવા મથામણ કરી, પરંતુ સ્થિતિ બેકાબૂ થતા જીવ બચાવવા લોકોએ દોટ મુકી હતી. સ્થિતિ એટલી ગંભીર બની કે નાગરિકોએ આખી રાત ઘરની છત પર આશરો લેવાની ફરજ પડી હતી.

લક્ષ્મીનગર સોસાયટી નદી કાંઠે આવેલી છે અને સૌથી વધુ નુકસાન નદી કાંઠાના વિસ્તારોમાં સર્જાયું છે. જેના કારણે નાગરિકોને પહેરવાના કપડાથી માંડીને ખાવાનો સામાન નવેસરથી ખરીદવાનો વારો આવ્યો છે.