કોરોનાની મહામારી ૩ રીતે ફેલાઈ શકે છે : ડબ્લ્યુએચઓ

દુનિયાભરના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવ્યો છે તો ઘણા દેશમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને ચેતાવણી આપી છે અને કહ્યું કે ઝડપથી ફેલાનારા વેરિએન્ટના આવતાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમ ઘેબ્રોયસસે કહ્યું કે સમય સાથે કોવિડ ૧૯ ની ગંભીરતા ઓછી થઇ જશે. આ સાથે જ તેમણે આ વર્ષે મહામારી કેવી રીતે વિકસિત થશે, તેના માટે ત્રણ સંભવિત રીત પણ સામે મુકી છે.

ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આપણને ખબર છે કે કોવિડ ૧૯ વાયરસ સતત વિકસિત થઇ રહ્યો છે, પરંતુ તેના કારણે થનાર બિમારીની ગંભીરતા સમય સાથે ઓછી થતી જાય છે, કારણ કે વેક્સીન અને સંક્રમણના લીધે ઇમ્યૂનિટી વધી જાય છે. તેમણે આગળ જણાવ્યું કે ઇન્યૂનિટીની નબળાઇના લીધે કોવિડ ૧૯ ના મામલે સમયાંતરે ઉછાળો અને મોતની સંખ્યામાં વૃદ્ધિ થઇ શકે છે. એવામાં નબળી વસ્તી વચ્ચે ઇમ્યૂનિટીને પ્રોત્સાહન આપવાની જરૂર પડી શકે છે.  ટ્રેડોસે આગળ કહ્યું કે આ ઉપરાંત સૌથી સારી સ્થિતિમાં આપણે જોઇ શકીઈ છીએ કે ગંભીર રૂપ સામે આવે છે અનએ રસીના બૂસ્ટર અથવા નવા ફોર્મૂલેશનની જરૂર નહી પડે.

તો બીજી તરફ સૌથી ખરાબ સ્થિતિમાં વધુ ઘાતક અને ખૂબ જ ઝડપથી ફેલાનારા કોવિડ ૧૯ વેરિએન્ટ સામે આવે છે. આ નવા વિરૂદ્ધ રસીકરણ અથવા સંક્રમણથી બનેલી ઇમ્યૂનિટીમાં ઘટાડો થઇ જશે અથવા ઝડપથી ખતમ થઇ જશે.