ગાંધીનગર તાલુકા કક્ષાના ૭૩મા વન મહોત્સવની ઉજવણી

ગાંધીનગર તાલુકામાં આવતી ૮ નર્સરીમાં ૧૫ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો હતો. આ તમામ રોપાઓનું વિતરણ વૃક્ષ રથયાત્રા અને અન્ય કાર્યક્રમો થકી નાગરિકોને વિના મૂલ્યે કરવામાં આવ્યું છે. તેમજ કોઇપણ સંસ્થાને તેની માંગણી અનુસાર પણ આપવામાં આવ્યા છે. અત્યાર સુઘી ૧૧ લાખ જેટલા રોપઓનું વિતરણ કાર્ય કરાયું છે. બાકીના રોપોઓનું વિતરણ કાર્ય હાલ ચાલું છે.’ આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ ગોપાળજી ઠાકોર, ગાંધીનગરના નાયબ વન સંરક્ષક ર્ડા. ચંદ્રેશકુમાર શાનદ્રે, ગાંધીનગર મામલતદાર એચ. એમ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોષી સહિત મહાનગરપાલિકાના કોર્પોરેટર્સ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર તાલુકા કક્ષાના ૭૩મા વન મહોત્સવની ઉજવણી રાંદેસણ પંચદેવ મંદિર ખાતે કરાઈ હતી. તાલુકા કક્ષાના વન મહોત્સવનો આરંભ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરના હસ્તે વૃક્ષની વાવણી કરીને કરાયો હતો. શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વૃક્ષો સાથે આપણી સંસ્કૃતિ ઘાટ રીતે સંકાળયેલ છે. વૃક્ષો થકી જ સમગ્ર જીવ સૃષ્ટિને ઓક્સિજન મળે છે. વૃક્ષોની સંખ્યા વઘારી આપણા પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણા સૌની છે.’