અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર સગેવગે કરવામાં આવે તે પહેલા એસઓજીના હાથે ઝડપાઇ જતા  કંપનીના એમડી, પ્લાન્ટ હેડ સહિત અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પાનોલી જીઆઈડીસીમાં એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે જોખમી કચરો અંકલેશ્વરથી સુરત તરફ મનુષ્ય, પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ સૃષ્ટિની જિંદગીનો જોખમમાં મૂકે તેવો એસેડિક હઝાર્ડસ વેસ્ટ કેમિકલ નિકાલ માટે જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી એસઓજીએ વોચ ગોઠવીને બાતમી મળેલી ટ્રક આવતા તેની તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટના બેરલ મળી આવ્યા હતા. આ હઝાર્ડસ વેસ્ટ અંકલેશ્વરની સુર્યા લાઈફ સાયન્સનો જાણવા મળ્યું હતુ. જે બાદ એસઓજીએ કંપનીના એમડી, પ્લાન્ટ હેડ સહિત અન્ય લોકો સામે પર્યાવરણ, જીવ સૃષ્ટિને જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો છે.