વલસાડમાં વરસાદની તારાજી વચ્ચે એનડીઆરએફના જવાનોએ લોકોને મદદ કરી

વલસાડ જિલ્લાના ઉપર વાસમાં પડી રહેલા વરસાદ અને દરિયામાં હાઇટાઇડને લઈને રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેના લીધે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ભરાઈ ગયા હતા. શહેરના નિચાણવાળા વિસ્તારો કાશ્મીન નગર, છીપવાડ દાણા બજાર હનુમાન ભાગડા, તરિયાવાડ, લીલાપોર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર અને નગર પાલિકાની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં સમયસર એલર્ટ આપીને નીચાણવાળા વિસ્તારોમાં ૩૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નજીકના સેલ્ટર હોમમાં સ્થળાંતર થયેલા લોકોને ખસેડવામાં આવ્યા હતા.

વલસાડની એનડીઆરએફની ટીમેં લોકોને સ્થળાંતર કર્યા હતા.વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસાદ અને દરિયામાં હાઇટાઇડ હોવાથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો આવેલી રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યાં હતા. નગર પાલિકા અને વહીવટી તંત્રએ લોકોને સમયસર એલર્ટ કરી નીચાણવાળા વિસ્તારોમાં ૩૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. એનડીઆરએફ જવાનોએ દેવદૂત બનીને લોકોના જીવ બચાવ્યા છે. પોતાના જીવ જોખમમાં મૂકીને લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કર્યા છે.

હવામાન ખાતની આગાહી પ્રમાણે, ૧૦ જુલાઈએ નવસારી તથા વલસાડમાં ૮ ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ૪થી ૮ ઈંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.૧૧ જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં ૮ ઈંચથી વધુ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં ૪થી લઈ ૮ ઈંચ વરસાદ વરસી શકે છે. ૧૨ જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ૮ ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ૪થી લઈને ૮ ઈંચ સુધી વરસાદની સંભાવના છે.