૨૫૦ કરોડના ખર્ચે નર્મદા નદી બ્રિજનું નિર્માણ

વડોદરા– મુંબઇ એકસપ્રેસ હાઇવે પર દેશના પ્રથમ ૮ લેન કેબલ સ્ટેઇડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ભરૂચની નર્મદા નદી પર અગાઉ નવા સરદારબ્રિજની બાજુમાં ફોર લેન કેબઇ સ્ટેઇડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ એકસપ્રેસ હાઇવેના નિર્માણ પાછળ આશરે ૯૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ એકસપ્રેસ હાઇવેને ગ્રીનફીલ્ડ હાઇવે તરીકે ઓળખ અપાઈ છે.

હવે મુંબઇથી દીલ્હી માત્ર ૧૨ થી ૧૩ કલાકમાં જ પહોંચી શકાશે. ૮ લેન ગ્રીનફીલ્ડ એકસપ્રેસ હાઇવેની કામગીરી તારીખ ૯મી માર્ચ ૨૦૧૯ના રોજથી શરૂ કરાઈ હતી. વડોદરાથી અંકલેશ્વર વચ્ચેના સેકશનની કામગીરી પુર્ણતાના આરે છે. બ્રિજની કુલ લંબાઈ ૨.૨૨ કેએમ છે. બ્રિજના નિર્માણ પાછળ આશરે ૨૫૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.