અમદાવાદની સાબરમતિ નદી ફરી એક વાર પ્રદૂષણ માફિયાઓના નિશાને, પ્રદૂષિત કેમિકલ પાણીને સાબરમતી નદીમાં ઠલવાયું

અમદાવાદની ઓળખ સમી સાબરમતિ નદીને ફરીથી કેમેકિલ માફિયાઓ નિશાન બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રદૂષણ માફિયા ફરીથી સાબરમતિ નદીમાં પ્રદૂષિત કેમિકલ છોડી પર્યાવરણ સાથે ચેડા કરી સાબરમતિ નદીને પ્રદૂષિત કરી પોતાની મલિન પ્રવૃત્તિ આચરી રહ્યાં છે.

થોડાક સમય પહેલા હાઈકોર્ટે સાબરમતિ નદીના પ્રદૂષણને લઇને કડક વલણ અપનાવ્યું હતુ. હાઈકોર્ટે ડકડ વલણ અપનાવી લાલ આંખ કરતા પ્રદૂષણ માફિયાઓના પાપથી છૂટકારો મળ્યો હતો. પરંતુ, હવે ફરીથી કેમિકલ માફિયાઓ સક્રિય બની રહ્યાં હોય તેવું પ્રતિબિંબિત થઇ રહ્યું છે. જે દાણીલિમડા વિસ્તારમાં આવેલા સુએજ ફાર્મમાંથી સાબરમતિ નદીમાં ઠલવાઇ રહેલા પ્રદૂષિત કેમિકલ પાણીના દ્રશ્યો પરથી દર્શાઇ રહ્યું છે. આ કૃત્ય દર્શાવી રહ્યું છે કે પ્રદૂષણ ફેલાવનારા લોકોના મનમાંથી ડર હવે સંપૂર્ણ નીકળી ગયો છે. તેથી જ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વિના સાબરમતિ નદીમાં ખૂબ જ પ્રદૂષિત કેમિકલવાળું પાણી કોઇ પણ સંકોચ રાખ્યા વિના છોડી દેવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે કે આવા લોકો સામે સંબંધિત તંત્ર દ્વારા ક્યારે પગલા ભરવામાં આવશે? તેઓની સામે ક્યારે ઉદાહરણીય કાર્યવાહી કરવામાં આવશે? આવા કૃત્યો સામે કડક કાર્યવાહી ઇચ્છનીય છે તો જ અમદાવાદની જીવાદોરી સાબરમતિ નદીને પ્રદૂષણના પાપથી મુક્તિ આપી શકાશે.

કેમિકલ પાણી સાબરમતિ નદીમાં ઠલવાઇ રહ્યાંના જીવંત દ્રશ્યો