પ્રદૂષણ અંગે જનજાગૃતિ માટે મધ્યપ્રદેશનો યુવાન સાઇકલ લઇ જૂનાગઢ પહોંચ્યો

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો રહેવાસી બ્રિજેશ શર્મા ‘પ્રદૂષણ મુક્ત ભારત’ના મહા અભિયાન પર નીકળ્યો છે. યુવાન ૨૨ હજાર કિલોમીટરની અલગ-અલગ રાજ્યની યાત્રા પૂર્ણ કરીને જૂનાગઢ આવી પહોંચ્યો હતો. યુવાનનો એક જ ધ્યેય છે કે, લોકો પ્રદૂષણ કરતા અટકે તેમજ ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે. મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો રહેવાસી બ્રિજેશ શર્મા સાઇકલ યાત્રા પર નીકળ્યો છે. ૨૨ હજાર કિલોમીટરની અલગ-અલગ રાજ્યોની યાત્રા પૂર્ણ કર્યા બાદ યુવાન સાઇકલ મારફતે સોમનાથથી જુનાગઢ આવી પહોંચ્યો હતો. આ યુવાન ૨૨ હજાર કિલોમીટરનું અંતર કાપી ચૂક્યો છે તેની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પ્રદૂષણ મુક્ત ભારત અને ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકે.

આ ઉપરાંત જગતનો તાત ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે તેવા શુભ આશય સાથે યુવાન સાઈકલ પર ભારત ભ્રમણ કરી રહ્યો છે. આ યુવાન તેમની સાથે અન્ય બે સાઇકલ સહયાત્રીઓને લઈને પણ નીકળ્યો છે. આ ત્રણેય વ્યક્તિ પ્રદૂષણ મુક્ત ભારત અને ખાસ કરીને પ્લાસ્ટિકના પ્રદૂષણને જળમૂળથી દૂર કરી શકાય તેમજ જગતનો તાત રાસાયણીક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે તેવા ઉમદા ઉદ્દેશ સાથે સાઇકલયાત્રા કરી રહ્યો છે. સાઇકલ યાત્રા પર નીકળેલો બ્રિજેશ શર્મા પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવે છે.

તે વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન કરવું અને પ્લાસ્ટિકથી સમગ્ર વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને સંપૂર્ણ માહિતગાર કરી રહ્યો છે. વધુમાં બ્રિજેશ ખેડૂતોને રાસાયણિક અને જંતુનાશક દવાઓની ખેતી છોડીને ભારતની પારંપરિક પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પણ માહિતી આપી રહ્યો છે. રાસાયણિક ખેતી જમીનની સાથે હવે પ્રદૂષણનું પણ એક કારણ બની રહ્યું છે, ત્યારે જગતનો તાત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેમજ વિદ્યાર્થીકાળથી જ પ્રત્યેક નવયુવાન પ્લાસ્ટિકના પ્રદૂષણથી ભારતને મુક્ત કરવા માટે સમર્થ બનશે તો વૈશ્વિક સમસ્યામાંથી ભારતને મુક્તિ મળી શકે તેમ છે.