ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો વર્કશોપ યોજાયો

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં સવારે વર્કશોપ શરૂ થયો હતો આ વર્કશોપમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ખેડૂતો તથા પશુપાલકો હાજર રહ્યા હતા. ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા તથા ખેતીમાં કેવી રીતે સુધારા વધારા થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.જન સેવામાં તથા દેશની ઇકોનોમીમાં કઈ રીતે ખેતી ઉપયોગી થઈ શકે તે પણ જણાવવામાં આવ્યું હતું આજના વર્કશોપમાં ખેડૂતો મૂલ્ય આધારિત ખેતી કરે તે જરૂરી છે.

ખેડૂતોની આવક વધે તથા ખેડૂતો વિશ્વમાં અલગ અલગ જગ્યાએ થતી ખેતી ગુજરાતમાં કઈ રીતે કરી શકે તે જણાવવામાં આવશે. ખેડૂતો પોતાના અનુભવ વિદ્યાર્થીઓને જણાવે તો આંત્રપ્રિન્યોરશીપના વિદ્યાર્થીઓને તે અંગે જાણવા મળશે અને અભ્યાસમાં મદદ થશે.અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અંગેનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કુબેર ડીંડોર હાજર રહ્યા હતા.વિશ્વમાં અલગ અલગ રીતે ખેતી થઈ રહી છે તથા આગામી દિવસમાં ખેતીમાં કયા સુધારા વધારા કરી શકાય તે મુદ્દાઓ પર સેનેટ હોલમાં ચર્ચા કરવામાં આવી હતી.