મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ૧૮થી ૨૨ વર્ષની વયના પુરૂષો પર સ્વિટ્‌ઝર્લૅન્ડની યુનિવર્સિટી ઑૅફ જિનીવાનો અભ્યાસ

તાજેતરમાં મોબાઈલ ફોન અને તેના ઉપયોગની લોકો પર થતી અસર પર કરવામાં આવેલા એક અભ્યાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. જો કે આ પ્રકારના અભ્યાસ પહેલાં પણ કરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે આ અભ્યાસ પુરૂષો પર કેન્દ્રિત છે જેમાં ઘણી ચિંતાજનક બાબતો સામે આવી છે. મોબાઈલ ફોનનો ઉપયોગ પુરૂષોના વીર્યની ગુણવત્તા અને માત્રાને ઘટાડી શકે છે, એટલે કે શુક્રાણુની ગુણવત્તા અને માત્રા બંને.એક અભ્યાસ દર્શાવે છે કે મોબાઇલ ફોનનો વારંવાર ઉપયોગ, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઉત્પન્ન કરે છે, તે શુક્રાણુઓને અસર કરે છે અને કુલ શુક્રાણુઓની સંખ્યાને ઘટાડી શકે છે.

ફર્ટિલિટી એન્ડ સ્ટરિલિટી જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઈલ ફોનના ઉપયોગ અને શુક્રાણુઓની ઓછી ગતિશીલતા અને તેની માળખાકીય સુવિધાઓ વચ્ચે કોઈ સંબંધ નથી. છેલ્લા પચાસ વર્ષોમાં વીર્યની ગુણવત્તામાં થયેલા ઘટાડાને સમજાવવા માટે ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સ્વિટ્‌ઝર્લૅન્ડની યુનિવર્સિટી ઑફ જિનીવાની એક ટીમે ૨૦૦૫ અને ૨૦૧૮ વચ્ચે ભરતી કરાયેલા ૧૮થી ૨૨ વર્ષની વયના ૨,૮૮૬ સ્વિસ પુરૂષોના ડેટાના આધારે ક્રોસ-સેક્શનલ અભ્યાસ હાથ ધર્યો હતો. ડેટામાં મોબાઈલ ફોનનો વારંવાર ઉપયોગ અને શુક્રાણુઓની લો કોન્સન્ટ્રેશન સામે આવી છે. સરેરાશ શુક્રાણુઓની સાંદ્રતા એવા પુરૂષોના જૂથમાં નોંધપાત્ર રીતે વધુ હતી કે જેઓ તેમના ફોનનો દિવસમાં ૨૦થી વધુ વખત (૪૪.૫ મિલિયન/એમએલ) ઉપયોગ કરતા હોય તેની સરખામણીએ અઠવાડિયામાં એક વખત (૫૬.૫ મિલિયન/એમએલ) કરતા વધુ વખત ફોનનો ઉપયોગ કરતા હોય. એટલે કે, એકંદરે તમે મોબાઇલ ફોનનો કેટલો ઉપયોગ કરો છો તે બાબત છે.

વીર્યની ગુણવત્તા ઘણા પરિબળો પર આધારિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના માપદંડો અનુસાર, જો કોઈ પુરૂષના શુક્રાણુની સાંદ્રતા ૧૫ મિલિયન પ્રતિ મિલીલીટરથી ઓછી હોય, તો તેને ગર્ભધારણ કરવામાં એક વર્ષથી વધુ સમય લાગશે. આ સિવાય જો શુક્રાણુઓની સાંદ્રતા ૪૦ મિલિયન પ્રતિ મિલીલીટરથી ઓછી હોય તો ગર્ભાવસ્થાની શક્યતાઓ ઘટી જાય છે.

ઘણા અભ્યાસો દર્શાવે છે કે છેલ્લા ૫૦ વર્ષોમાં વીર્યની ગુણવત્તામાં ઘટાડો થયો છે. એવું નોંધવામાં આવ્યું છે કે શુક્રાણુઓની સંખ્યા સરેરાશ ૯૯ મિલિયન શુક્રાણુ પ્રતિ મિલીલીટરથી ઘટીને ૪૭ મિલિયન પ્રતિ મિલીલીટર થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના પર્યાવરણીય પરિબળો અને જીવનશૈલીની આદતો (જેમ કે આહાર, દારૂ, તણાવ, ધૂમ્રપાન)નું પરિણામ છે.