મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારની વિઠ્ઠલ નિવાસ બિલ્ડીંગમાં ભીષણ આગ

મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નિવાસ નામની ઇમારતમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો આવેલી છે. અચાનક બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. આ પછી થોડી જ વારમાં આ આગ ઝડપથી ફેલાઈ ગઈ. આ આગથી ઉંચી જ્વાળાઓ પ્રસરવા લાગી અને આસપાસનો વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. અચાનક લાગેલી આ આગને કારણે બિલ્ડીંગમાં રહેતા લોકો ભયભીત બનીને બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં વિઠ્ઠલ નિવાસ બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી. આગ બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગ શરૂ થયાના થોડા સમય પછી, તે ઝડપથી ફેલાઈ હતી અને બાજુના માળમાં પણ પ્રસરી ગઈ હતી. જો કે આગની ઉંચી જ્વાળાઓ વધવા લાગી અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ વિઠ્ઠલ નિવાસ બિલ્ડીંગમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજુ સુધી આ આગને કારણે કોઈ જાનમાલને નુકસાન થયાના સમાચાર નથી. આગ લાગ્યા બાદ આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જેના કારણે અહીં ભીડ એકઠી થઈ ગઈ હતી. બચાવ કામગીરી યોગ્ય રીતે શરૂ થાય તે માટે ફાયર બ્રિગેડની ટીમે ભીડમાં હાજર લોકોને દૂર ખસી જવા અપીલ કરી હતી. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી.