દ્વારકાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી જાેવા મળ્યાં હતી. જાે કે આગને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાવનગરના વરતેજ નજીકના સોડવદરા ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ટાટા કેમિકલના નોર્ધન યાર્ડમાં રાખવામાં આવેલા વેસ્ટ સામાનમાં આગ લાગી હોવાનું અનુમાન છે.

ક્યા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ એટલી વિકરાળ છે કે ૨ કિલોમીટર દુરથી પણ ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યાં છે. કંપનીના જ ફાયર ફાયટરો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જાે કે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ટાટા કેમિકલ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા સુ નિશ્ચિત કરવા માટેની કટીબદ્ધતાને દોહરાવે છે. ભાવનગરના સિહોર તાલુકાના જૂના જાળીયાના ડુંગરમાં આગ ભભૂકી ઉઠી છે અને આ આગ અડધા ડુંગરમાં પ્રસરી છે.

હાલ આ આગ ત્રણ ગામનાં ડુંગરોમાં પ્રસરી છે. જેમાં વરતેજ તાબેના ભીકડા, ભંડાર તથા સોડવદરા ગામની હદ હેઠળ આવતાં ગૌ ચરાણના ડુંગરોના સુકા ઘાસમાં આ આગ પ્રસરી રહી છે .ડુંગર પર રહેલા સૂકા અને લીલા ઘાસમાં લાગેલી આગને ઠારવા ત્રણેય ગામોના ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા. જ્યારે આ આગ પર કાબૂ મેળવવા સિહોર અને ભાવનગરના ફાયર ફાયટરો દોડી ગયા છે અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી છે.