અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ભભુકી ઉઠી

અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી ટીમના પ્રયાસ અપૂરતા સાબિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટને બોલાવાઇ છે. ૮ ફાયર ફાઈટર આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.

આગ બેકાબુ નજરે પડી રહી હતી. આ આગે વિકરાળ રૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. જોકે, સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. હજુ સુધી કંપની તરફથી ઘટનાને લઈ કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી.

ઉલ્લેખનીય છે કે, જીઆઈડીસીમાં આગની ઘટના સતત વધી રહી છે. તાજેતરમાં યુપીએલ કંપનીમાં પણ આગની ઘટના બની હતી. જેમાં ૫ કર્મચારીઓ દાઝી ગયા હતા. જે પૈકી એકની હાલત નાજુક બની હતી.અંકલેશ્વરની જીઆઈડીસીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જીઆઈડીસીમાં સૂર્યા રેમેડિસ કંપનીમાં ભાષણ આગ લાગી હતી. જેમાં કેમિકલ કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં ૮ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. કંપનીની ફાયર ફાઇટિંગ ફેસિલિટી પાંગળી સાબિત થતા ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના લાશ્કરોને મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ વિકરાળ સ્વરૂપે નજરે પડી રહી છે. જેના ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.