બોટાદના પાંજરાપોળના ઘાસના ગોડાઉનમાં આગ લાગી

બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળામાં અબોલ જીવો ૩૦૦૦ જેટલા છે. આ તમામ ગાય માતાના ખોરાકની સુકા ઘાસના ગોડાઉનમાં આગ લાગતા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ તથા કમીટી મેમ્બર સ્થળ પર પંહોચીને ફાયર ફાયટરને સાથે રાખીને આગને કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ આગ એટલી બધી વિકરાળ હતી અને પવન હોવાથી આગે મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને ગોડાઉનમા રાખેલ ઘાસ ચારો બળી જતા નુકશાન થયુ છે. બોટાદ મહાજન પાંજરાપોળમા આગ ફાટી નીકળતા ગોડાઉનમા રાખેલ પશુઓ માટેનો ઘાસચારો બળીને ખાખ થઇ જતા હાલમા બોટાદ મહાજન પાંજરાપોળની વિકટ પરિસ્થિતિ છે. સાધુ ભગવંતો અને આચાર્ય મહારાજની કૃપા દષ્ટિ તથા દાતાઓના દાનની જરૂરી પડી છે.

બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા દ્વારા અપીલ કરવામા આવી છે કે આવી પડેલી કુદરતી આફતને અવસરમાં જીવદયા પ્રેમીઓ ફેરવી નાંખશે તેવો વિશ્વાસ છે.બોટાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળના ગોડાઉન દામુભાઈની વાડી ઢાંકણીયા રોડ ઉપર ગાયના ઘાસ ચારાના ગોડાઉનમાં કુદરતી આગ લાગતા લાખો રૂપીયાનો ઘાસચારો સળગીને ખાખ થઇ ગયો હતો.

ચોમાસુ શરૂ થતુ હોવાના હિસાબે ટ્રસ્ટી મંડળે અગમચેતીના ભાગ રુપે આશરે દસ લાખ રૂપીયાની સુકી કડબ નો સ્ટોક ગોડાઉનમાં રાખો હતો જે આ આગમા બળીને ખાખ થઇ જતા લાખો રૂપિયાનુ નુકશાન થયુ છે.