ખેડા પાસે ટેન્ક્રમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

ખેડા નજીકથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઇવે નંબર ૪૮ પસાર થાય છે. આ હાઈવેના ખેડા ધોળકા બ્રિજ પાસે પસાર થઈ રહેલું ટેન્કર નં. (જીજે-૧૨-એવાય-૯૬૧૫)ના ટાયરમાં એકાએક આગ લાગી હતી. ચાલુ વાહનમાં અચાનક આગ લાગતાં ગભરાયેલા ડ્રાઇવરે તુરંત રોડની રેલીંગ સાથે ટેન્કર ઊભી કરી ટેન્કરમાથી ઊતરી ગયો હતો. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાઇવે પેટ્રોલિંગની ટીમે તુરંત અમદાવાદથી વડોદરા તરફની લેન બંધ કરી દીધી હતી. જેના કારણે આશરે એક કલાક સુધી હાઇવે બંધ થયો હતો આ ટેન્કરમાં કાચુ ખાદ્ય તેલ ભરેલુ હતું જે કંડલા કચ્છથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ લઈ જવાતુ હતું તેમ ચાલકે જણાવ્યું છે.

વધુમા ટેન્કરના ટાયર વધુ પડતા ગરમ થયા હોવાને કારણે ટાયરમા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ડ્રાઇવરે લગાવ્યુ છે.ખેડા પાસેથી પસાર થતા અમદાવાદ-મુંબઈ હાઈવે પર એક ટેન્કરમાં એકાએક આગ લાગી હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે આગ પર પાણીનો છંટકાવ કરી કાબુ મેળવ્યો છે. આ ઘટનામા ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું.