સુરતની કોલેજની લેબમાં આગ લાગતા લેબ બળીને ખાક

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી પીટી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા આખી લેબ બળીને ખાક થઈ ગઈ હતી. લેબમાં લાગેલી આગની જાણ થતાં સિક્યુરિટીએ ફાયર બ્રિગેડને જાણ કરતા બે કલાકની જહેમતે બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લેબમાં જ્વલનશીલ કેમિકલ સહિતના પ્રવાહી હોવાથી આગ ઉગ્ર બની હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. ઘટના લગભગ મધરાતના ૧૨ઃ૩૦ની હતી. કોલ મળ્યા બાદ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

જોકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.આગમાં ફર્નિચર, કોમ્પ્યુટર ટેબલ, પ્રિન્ટર રૂમ સહિત બધું જ બળીને ખાક થઈ ગયું હતું. લેબમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે.શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એ વાતને નકારી શકાય નહિ. નાઈટ ડ્યૂટીમાં રાઉન્ડ મારતા હતા. અચાનક પહેલા માળે એક રૂમમાંથી આગ બહાર નીકળતા જોઈ સુપર વાઇઝરને જાણ કરતા ભાગદોડ મચી ગઇ હતી. ફાયર અને ઇજનેરને જાણ કરતા તમામ દોડી આવ્યા હતા