અમદાવાદમાં જીઆઈડીસીમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગી

અમદાવાદની નરોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આલ્ફા મેટલ પાસે આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગતાં ૧૦ જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.સૂત્રો મુજબ નરોડા વટવા જીઆઈડીસીમાં સુકેમ કેમિકલ ફેકટરીમાં આગ લાગી છે.

ફેકટરીમાં થીનર બનતું હોવાથી સોલ્વન્ટના બેરલ ફેકટરીમાં હોવાના કારણે જોખમ વધ્યું છે.આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.  ૧૯ એપ્રિલે અમદાવાદના સનાથલ સર્કલ નજીક સાંજના સમયે કુલર બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.