સુરતમાં ઘણા સમયથી પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગી

સુરતના છાપરા ભાઠા રોડ ઉપર એક કાર અચાનક ભડ ભડ સળગવા લાગી હતી. જોકે બર્નિંગ કારને પેટ્રોલીંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ દોડી આવી બર્નિંગ કારની આગને કાબૂમાં લીધી હતી.

હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસમાં કાર ત્રણ મહિનાથી એક જ જગ્યાએ પર પાર્ક હોવાનું જાણવા મળ્યું હતું. હેડ કોન્સ્ટેબલ અમરોલીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી. રાહદારી દોડીને આવ્યો ને પોલીસ વાન ઉભી રાખી હતી. એક કાર સળગી રહી હોવાનું કહેતા અમે દોડીને ઘટના સ્થળે ગયા હતા. જયાંથી ફાયરને કોલ કરતા ફાયરની ટીમ પણ દોડી આવી હતી. કાર બિન વારસી હોવાનું અને ત્રણ મહિનાથી એક જ જગ્યા પર પાર્ક હોવાનું જાણવા મળ્યું છે.

જોકે કાર આખી બળીને ખાક થઈ ગઈ હતી. હાલ કારના માલિકની શોધખોળ ચાલી રહી છે.ફાયર વિભાગે એક કાર સળગી રહી હોવાની જાણ બાદ ફાયરની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. કાર ભડ ભડ સળગી રહી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ ઉગ્ર હોવાને કારણે સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.