પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..
તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે. જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં આવી છે. તાજેતરમાં, હાઇ-ડેફિનેશન રડાર ઉપગ્રહોની મદદથી, પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખી શોધી કાઢવામાં આવ્યા છે.
અગાઉ ૨૦૧૧ માં, સોનારનો ઉપયોગ કરીને, જે ધ્વનિ તરંગો દ્વારા દરિયાઈ વસ્તુઓને શોધી કાઢે છે, પૃથ્વી પરના મહાસાગરોના એક ક્વાર્ટરને મેપ કરવામાં આવ્યા હતા અને ૨૪,૦૦૦ થી વધુ સીમાઉન્ટ્સ અથવા સમુદ્ર પર્વતો શોધી કાઢવામાં આવ્યા હતા, જે જ્વાળામુખીની પ્રવૃત્તિને કારણે બનાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ૨૭,૦૦૦ થી વધુ સીમાઉન્ટ્સ છે, જે સોનાર દ્વારા શોધી શકાતા નથી. જોકે, આ સંશોધન અનુસાર, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ૧,૨૧૪ ફૂટની ઊંચાઈ ધરાવતા નાના દરિયાઈ જ્વાળામુખી સમુદ્રના તળની ઊંડાઈમાં સચોટ અંદાજ લગાવી શકે છે. આ સર્વેમાં કામ કરી રહેલા સ્ક્રીપ્સ ઈન્સ્ટીટ્યુશન ઓફ ઓશનોગ્રાફી મરીન જીઓફિઝિસ્ટ ડેવિડ સેન્ડવિલે જણાવ્યું કે આ સંશોધનને શાનદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, જો ભવિષ્યમાં આ જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે છે, જેમ કે ગયા વર્ષે ટોંગા જ્વાળામુખી ફાટવાને કારણે થયું હતું.
નવા સંશોધનો સૂચવે છે કે, વૈજ્ઞાનિકોએ સમુદ્રના અભ્યાસ માટે સોનાર પર આધાર રાખવો જોઈએ નહીં. બલ્કે ‘રડાર સેટેલાઇટ’ આવી સિસ્ટમ સમુદ્રની ઊંડાઈ તેમજ તેની અંદર છુપાયેલા રહસ્યો શોધવામાં મદદ કરે છે. આ સિસ્ટમ (રડાર સેટેલાઇટ) સમુદ્રની નીચેની રચનાઓને વધુ સારી રીતે રજૂ કરવામાં સક્ષમ છે, જે સંશોધનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિજ્ઞાનીઓએ યુરોપિયન સ્પેસ એજન્સીના ક્રાયોસેટ-૨ સહિત અનેક ઉપગ્રહો પાસેથી ડેટા એકત્રિત કર્યો અને શોધી કાઢ્યું કે, તેઓ પાણીની નીચે ૩,૬૦૯ ફૂટ જેટલા નાના ટેકરા શોધી શકે છે.
રિપોર્ટ અનુસાર, તેઓએ દરિયાઈ પર્વતોની સૌથી નીચી સીમા સુધી પહોંચીને સંશોધન કર્યું છે. વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું કે, આ સિસ્ટમે પૂર્વોત્તર એટલાન્ટિક મહાસાગરના મેપિંગમાં ઘણી મદદ કરી છે, અને તેની સાથે આઇસલેન્ડમાં મેટલ પ્લુમ બનવાનું કારણ પણ જાણવા મળ્યું છે. સમુદ્રી પ્રવાહો ઉપરાંત, તેણે ‘અપવેલિંગ્સ’ને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ કરી છે. જ્યારે સમુદ્રના તળિયેથી પાણી સપાટી તરફ ઉપર તરફ જાય છે ત્યારે અપવેલિંગ થાય છે.