અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

અમદાવાદઃ શારીરિક દુઃખાવો વ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હઠીલા, આનુવાંશિક અને ઉંમરની સાથે થતા દુઃખાવાની સાથેસાથે બેઠાડા જીવન કે અકસ્માત બાદના દુઃખાવાને લઇ લોકો ફરિયાદ કરતા હોય છે. આ દુઃખાવામાં રાહત આપવા માટે વિશ્વાસપાત્ર ફિઝિયોથેરાપી સેન્ટર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કે જ્યાં અનુભવી ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા યોગ્ય સલાહ અને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવતું હોય છે.

હાલ જ્યારે શિયાળાની ઋતુ ચરમ પર છે ત્યારે કોઇ પણ પ્રકારના દુઃખાવામાંથી રાહત આપવા માટે અલ્ટિમેટ હેલ્થ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે ત્રિ દિવસીય નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે 16, 17 અને 18 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. જ્યાં, વર્ષોના અનુભવી ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા દર્દીઓનું સચોટ નિદાન કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી યોગ્ય કસરત સૂચવવામાં આવશે. કમર, ગરદન, ખભો, પગ, ઘૂંટણ કે અન્ય કોઇપણ જગ્યાએ દુઃખાવો થતો હોય તેવા તમામ દર્દીઓ આ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પમાં આવકાર્ય છે. આ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પમાં દર્દીઓના જૂના રિપોર્ટસ જોઇને ચોકસાઇપૂર્વક નિદાન કરવામાં આવશે અને તેમના દ્વારા પુરા પાડવામાં આવતા પેકેજીસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

દર્દીઓને સરળતા રહે તે માટે મોબઇલ નંબર 9537844844 અને 9537822822 પર કોલ કરી એપોઇનમેન્ટ નોંધાવવાની રહેશે. ખૂબ જ મર્યાદિત સ્લોટ હોવાથી આજે તમારી અપોઇનમેન્ટ બુક કરાવો. અલ્ટીમેટ હેલ્થ વાસણા વિસ્તરમાં ધરણીધર અંડર બ્રિજ પાસે રાજમીન હાઉસ ખાતે સ્થિત છે.

અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર ખાતે 3 ડાયમેંશનલ સેગમેન્ટલ સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, 360 ડિગ્રી રોબોટિક સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, જર્મન લેસર Z-15 (ગુજરાતમાં પ્રથમ), અમેરિકન પલ્સ્ટાર (અમદાવાદમાં પ્રથમ), ક્રાયોગન (ફ્રાન્સ) અને ટેકાર થેરાપી જેવા અદ્યતન સાધનો દ્વારા દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દુઃખાવામાંથી રાહત મેળવનાર દર્દીઓનો ઉચ્ચ આંક ધરાવે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news