કીમ નદીમાં ઔદ્યોગિક એકમે ફરી કેમિકલવાળુ પાણી છોડતા માછલીના મોત
કીમ નદીમાં સીધુ પ્રદૂષિત પાણી ઉલેચાતું હોયું પાણી પ્રદૂષિત થાય છે. આ પ્રમાણે કોઈ ઔદ્યોગિક એકમ અથવા ટેન્કરો દ્વારા કીમ નદી અથવા તેના ખાડી કોતર વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતાં પાણી પ્રદૂષિત બન્યું છે. જેની અસર જળચરપ્રાણી પર થઈ છે. કીમ નદીમાં મરેલા માછલા પાણીની સપાટી પરત તરતા જોવા મળ્યા હતાં. આજ પાણીનો ઉપયોગ કીમ નદીની આજુબાજુ રહેતા લોકો કરે છે. તેમજ તેમના પાલતુ પશુઓ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે. જોકે, ગામના આગેવાનોએ જીપીસીબીના અધિકારીઓને ફરિયાદ કરતાં જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
દોષિતો સામે કાર્યવાહી કરવાની હૈયા ધરપત આપી હતી. પીપોદરામાં આવેલી ફેક્ટરીઓ દ્વારા પોતાના વપરાશમાં લીધેલા પાણીને કોઈપણ જાતની પ્રોસેસ કર્યા વગર ઝેરી તત્ત્વો ધરાવતા પ્રદૂષિત પાણીનો નિકાલ કરવા સીધા અથવા આડકતરી રીતે પીપોદરા નહેરમાં છોડતા હતાં. જે આખી ઘટનાને ખેડૂતો દ્વારા ખુલ્લી પાડી નહેર વિભાગના કર્મચારીને બોલાવી ઔદ્યોગિક એકમોના પાણી કાઢવાના પાઈપને તોડી નાંખવાની કાર્યવાહી કરી હતી. આ ઘટનાની સાહી સૂકાઈ નથી ત્યારે ફરી કીમ નદીમાં પ્રદૂષિત પાણીએ જીપીસીબીની કાર્યવાહી સામે પ્રશ્નો ઊભા કર્યા હતાં. નદી પ્રદૂષિત કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે. કીમ નદી પ્રદૂષિત થઈ રહી છે.
નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો ખેતીના કામ માટે, પશુ પાલકો પશુને પાણી પીવડાવવા માટે તેમજ આજુબાજુ વસતા મજૂરો નિત્યક્રમમાં પાણીનો ઉપયોગ કરે છે. જેથી અમારી ખેતી અને અમારા પશુ તેમજ માનવ જીવનને કીમ નદીના પ્રદૂષણથી મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. અમારા દ્વારા આ સંદર્ભે જીપીસીબી અને જિલ્લા કલેક્ટરને આ બાબતે ફરિયાદો કરવામાં આવી છે. આ ફરિયાદો તંત્ર તુરંત કાર્યવાહી કરે તો કીમ નદીને વધુ પ્રદૂષિત થતાં બચાવી શકાય તેમ છે. માંગરોળ અને ઓલપાડ તાલુકાની લોકમાતા ગણાતી કીમ નદીને પ્રદૂષણકારીઓ પ્રદૂષિત કરીને છોડશે. ફરી એકવાર મોટાબોરસરા કીમ નદીમાં છોડાયેલા કેમિકલથી કીમ નદી પ્રદૂષિત બની છે. મોટાબોરસરા પાસે કીમ નદીનું પાણી દૂધિયા કલરનું થતું જોવા મળી રહ્યું છે. આ ઝેરી કેમિકલને કારણે ઘણી જગ્યાએ માછલા અને જળપ્રાણીના મોત નીપજ્યા છે. આ કીમ નદીના પાણીનો ઉપયોગ ગ્રામજનો મજૂર વર્ગ અને પશુપાલકોના પશુઓ પીવા માટે કરે છે.
કીમ નદીને પ્રદૂષિત કરતાં તત્વો સામે સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને જીપીસીબીને ફરિયાદ કરતાં અધિકારી દોડી આવ્યા હતાં અને કીમ નદીમાંથી પાણીના સેમ્પલ મેળવ્યા છે. માંગરોળ તાલુકના મોટાબોરસરા પાસે ગતરોજ અચાનક કીમ નદીના પાણીમાં કોઈ કેમિકલ ભળી જવાથી પાણી સફેદ દૂધિયા કલરનું બની ગયું હતું અને આ પાણીમાંથી ભયંકર દુર્ગંધ આવતી હોય. નદી કિનારે વસેલા મોટાબોરસરા ગામમાં આ દુર્ગંધ પ્રસરી ચૂકી હતી. જેથી ઘણા લોકોને ગૂંગળામણ અને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. કીમ નદીના કાંઠે આવેલા મોટાબોરસરા, પાનસરા, કરંજ જેવા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો તેમજ પાનોલી અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ટેન્કરો ભરીને લાવવામાં આવતાં જોખમી પ્રદૂષણ યુક્ત પાણીને પ્રોસેસ કર્યા વગર ઠાલવવાનો વેપલો ચાલે છે.