અમેરિકામાં બરફના તોફાનથી કરોડો લોકોને તેની અસર

ન્યૂયોર્ક સિટીના રસ્તાઓ પર ૪ ઈંચથી વધુ જાડા બરફનો થર જામી ગયો છે. સિટી મેયર એરિક એડમ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં લોકોને ઘરે રહેવા વિનંતી કરવામાં આવી છે. બ્રુકલિનમાં લોકોનો કામ ધંધો અટકી ગયો છે. શહેરના માર્ગો અને ફૂટપાથ સાવ ર્નિજન બની ગયા છે. ન્યુયોર્ક અને પડોશી રાજ્ય ન્યુ જર્સીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા જણાવ્યું છે. આ સિવાય જે લોકો માટે મુસાફરી કરવી ખૂબ જ જરૂરી છે તેમને ધાબળા, પાણી, ખોરાક અને જરૂરી દવાઓ સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. બોસ્ટનના મેયર મિશેલ વુએ પણ સ્નો ઈમરજન્સી જાહેર કરી છે.

એક ટીવી ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ વધુ ખતરનાક બનવા જઈ રહી છે. આ એક ઐતિહાસિક તોફાન બની શકે છે. NWS એ આગાહી કરી છે કે તોફાન દરમિયાન જોરદાર પવન ૮૦ થી ૧૨૦ MPH સુધી પહોંચશે. જેના કારણે સ્થિતિ વધુ બગડી શકે છે. તોફાન દરમિયાન ૮૦ થી ૧૨૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. તેની અસર હવાઈ સેવા પર પણ પડી છે.

શનિવારે, ૩,૫૦૦ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી. રવિવાર માટે ૮૮૫ ફ્લાઇટ્‌સ પહેલાથી જ રદ કરવામાં આવી છે.અમેરિકાના ઈસ્ટ કોસ્ટમાં બરફનું તોફાન ‘કેનાન’ ભયાનક તબાહી મચાવી રહ્યું છે. વાવાઝોડાને કારણે લગભગ ૭ કરોડ લોકો આફતમાં આવી ગયા છે. ન્યૂયોર્ક અને બોસ્ટનમાં વીજળી ગૂલ થઈ ગઈ છે, જેના કારણે શહેરની ગતિ સંપૂર્ણપણે થંભી ગઈ છે. ન્યુયોર્ક, ન્યુ જર્સી, મેરીલેન્ડ, રોડ આઇલેન્ડ અને વર્જીનિયામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ચાર વર્ષ બાદ આ વિસ્તારમાં આવું તોફાન આવ્યું છે. શનિવારે નેશનલ વેધર સર્વિસએ આ ‘બોમ્બ સાયક્લોન’ અંગે ચેતવણી જારી કરી હતી. જ્યારે ઠંડી હવા ગરમ દરિયાઈ હવા સાથે ભળે છે, ત્યારે વાતાવરણીય દબાણમાં ઝડપી ઘટાડો થાય છે. આનાથી બનેલા ચક્રવાતને ‘બોમ્બ સાયક્લોન’ કહેવામાં આવે છે. આ કારણે, ફ્લોરિડામાં એટલાન્ટિક કિનારે પૂર્વમાં ઓછા દબાણ અને મેદાનોમાં જેટ સ્ટ્રીમ ડિસ્ટર્બન્સને કારણે વાવાઝોડું શરૂ થયું. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધી ગયું છે. આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે.