કૂતરાઓથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો સ્ટ્રેન, બાળકો થઈ રહ્યાં છે સંક્રમિત
એક તરફ કોરોના સામેનો વિશ્વનો જગં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આ વાઇરસના એક પછી એક નવા સ્વપ સામે આવતા જાય છે અને માનવજાત માટે ચિંતા પેદા કરતા જાય છે. કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં કહેર વરસાવ્યો છે. અત્યારસુધીમાં ૭ અલગ અલગ પ્રકારના કોરોનાવાયરસ સામે આવી ચૂકયા છે, પરંતુ હવે ૮મો કોરોનાવાયરસ પણ સામે આવી ચૂકયો છે. આ વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે, કેમ કે એ જાનવરોમાંથી ડાયરેકટ માનવીમાં ફેલાવાના પુરાવા મળ્યા છે. આ કોરોનાવાયરસ કૂતરાઓમાંથી માણસોને અને ખાસ કરીને બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. કૂતરામાંથી માણસોમાં ફેલાતો આ પ્રથમ કોરોનાવાયરસ છે.
વિજ્ઞાનીઓએ નવા કોરોનાવાયરસને CCoðe-HuPn-2018 નામ આપ્યું છે. મલેશિયામાં તેના ૮ દર્દી મળ્યા હતા, જેમાં ૭ બાળકો હતાં. એક બાળકને ન્યુમોનિયા થયો, પરંતુ એ પછીથી સ્વસ્થ થઈ ગયો હતો. તેને ૪–૬ દિવસમાં રજા આપી દેવાઈ હતી. મિરર યુકેના રિપોર્ટ અનુસાર, અત્યારે એ વાતની જાણકારી મળી નથી કે આ કોરોનાવાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.
આ નવો કોરોનાવાયરસ મહામારીનું સ્વપ લઈ શકે કે કેમ એની તપાસ ચાલી રહી છે. આ વાયરસથી જોકે જેટલા લોકો સંક્રમિત થયા છે એ તમામ સ્વસ્થ થઈ ચૂકયા છે અને એનાથી કોઈનું મોત થયું નથી. જોકે ડોકટરોનું કહેવું છે કે આ વાયરસની દવા હજુ બની નથી, આથી મોટા પ્રમાણમાં જો આ વાયરસ ફેલાય તો મુશ્કેલી વધી શકે છે.
આ નવા કોરોનાવાયરસ CCoðe-HuPn-2018 માટે સાવધાની રાખવી અત્યતં જરી હોવાની ચેતવણી વિજ્ઞાનીઓ આપી રહ્યા છે, કેમ કે કોઈપણ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી શકે છે. આમ, જો આ નવા વાયરસમાં પણ મ્યૂટેશન થાય તો એ શકય છે કે ખતરનાક બની શકે, આથી એના સંક્રમણથી બચવા માટેના તમામ ઉપાયો અજમાવવા એ જ અત્યારે તો સાચી દવા છે.