ચાર્જઝોન અને બિલિયનઈ અર્થ વીક નિમિત્તે વડોદરામાં વૃક્ષારોપણ અભિયાન સાથે ઊજવે છે પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા

વડોદરા: ચાર્જઝોન® આજે ભારતના સૌથી વિશ્વસનીય અને વ્યાપક ઈવી ચાર્જિંગ નેટવર્કમાં સ્થાન ધરાવે છે, ભારતભરમાં અનેક મહત્ત્વના સ્થળોએ ૧૫,૦૦૦થી વધુ ચાર્જિંગ પૉઇન્ટ સાથે. ચાર્જઝોન હંમેશાંથી માને છે કે સ્વચ્છ ભવિષ્ય ઘડવા માટે માળખાકીય સુવિધા કરતાં વધુ કંઈક જોઈએ. આ અર્થ વીક ૨૦૨૬માં, એ સંકલ્પ ફરી એક વાર જમીનમાં રોપાયો.

ચાર્જઝોને બિલિયનઈ મોબિલિટી સાથે મળીને પોતાના વતન શહેર વડોદરામાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું — ટ્રી લવર્સ ફાઉન્ડેશન, વડોદરા દ્વારા સહ-આયોજિત, અને બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન (BLF)ની સાથ સહિત, જે એ જ શ્રદ્ધા અને ઝુંબેશ સાથે કામ કરતી સામુદાયિક કલ્યાણ સંસ્થા છે, કે પ્રગતિ લોકો અને ધરતી ધરતી બન્નેને સમૃદ્ધ કરતી આગળ વધેે. આ આયોજન ખૂબ સાર્થક રહ્યું: ભારતના સ્વચ્છ ઊર્જા ભવિષ્યને ઘડતું એ શહેર, ક્ષણભર થોભીને એ કુદરતી દુનિયાને સાચવવા ઊભું રહ્યું જેની રક્ષા કરવા એ સ્વયં સજ્જ છે. ટેક્નૉલૉજીથી આગળ વધીને ઠોસ, સામૂહિક ક્રિયામાં ટકાઉ પ્રગતિ ઢાળવાની ચાર્જઝોનની ભાવના આ પ્રવૃત્તિ દ્વારા સાકાર થઈ.

સવારની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ, સંકલ્પ અને આદરનો એ ક્ષણ, જેણે આગળ આવનાર દરેક પ્રસંગ માટે ઊઘડતો સૂર બાંધ્યો. ટ્રી લવર્સ ફાઉન્ડેશન, વડોદરાના અનિલ પટેલે, આ અભિયાનના પર્યાવરણીય ઉદ્દેશ વિશે ઊંડાણભર્યું માર્ગદર્શન આપ્યું — શહેરી ગરમી ઘટાડવામાં, જૈવ વિવિધતા પુનઃસ્થાપિત કરવામાં વૃક્ષારોપણની ભૂમિકા, અને ટકાઉ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની પ્રકૃતિ પ્રત્યેની ખાસ જવાબદારી, આ બધા વિષે.

ત્યારબાદ ચાર્જઝોનના ડિરેક્ટર રવીન્દ્ર મોહને ઉપસ્થિત સૌને સંબોધ્યા — કોઈ કૃત્ય ખરા અર્થમાં સાર્થક ક્યારે બને, તે વિચાર સાથે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યારે કોઈ કાર્ય સાચા ઉદ્દેશ્યથી પ્રેરિત હોય — ખાસ કરીને જ્યારે તે આ ધરતીની તંદુરસ્તી સાથે જોડાયેલું હોય ત્યારે તે સામાન્ય દિનચર્યાથી ઊઠીને કંઈક પવિત્ર બની જાય છે. એમના શબ્દોએ આ સવારને અને આ વૃક્ષારોપણ અભિયાનને ઊંડી અર્થ સભરતા આપી — એ યાદ અપાવ્યું કે પર્યાવરણ સંવર્ધન માત્ર કૉર્પોરેટ ફરજ નથી, પણ ઇન્સાન તરીકેની સહજ જવાબદારી છે.

ત્યારબાદ આવ્યો અભિયાનનો ખરો સ્પંદ, જ્યાં સૌ એક સાથે ભેગા થઈ, રોપ વાવ્યા, એ રોપને પાણી પાયું, અને દરેકની બાજુ દીવો પ્રગટાવ્યો. નવજીવન પાસે ઝળઝળતી જ્યોત — આ સાદો ધાર્મિક ભાવ — વૃક્ષારોપણ ઉપરાંત ઘણું કહી ગઈ; એ ક્ષણ હતી સમૂહ ભાવની, હૂંફની, અને સામૂહિક સંકલ્પની. આ અભિયાન દર વર્ષે આગળ વધે છે અને આજ સુધીમાં, ૩૧૧થી વધુ રોપ ધરતી પર મૂળ પકડી ચૂક્યા છે.

આ પહેલ, બન્ને સંસ્થાઓ જે મૂળ ભાવ ધરાવે છે, તેનું પ્રતિબિંબ છે: સ્વચ્છ ભવિષ્ય ઘડવું, એ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું સીમિત નથી — ધ્યાનપૂર્વક ઉઠાવવામાં આવતા દરેક પગલામાં પણ એ ઊઘડે છે. ટ્રી લવર્સ ફાઉન્ડેશન, શહેરી હરિયાળી અને પર્યાવરણ જાગૃતિ ક્ષેત્રે વર્ષોના સમર્પિત કાર્ય દ્વારા, આ સહયોગને સ્થાનિક ઊંડાઈ અને સામૂહિક વિશ્વાસ આપ્યો — જે આ ભાગીદારીને ખરા અર્થમાં ધરતી સાથે જોડાયેલી બનાવ્યો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news