મણિનગરમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આજે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા નિઃશુલ્ક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવા અને માનવતાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બારગામ દશા નાગરની વાડી, પરીખ હોલ, પ્રકાશનગર, જવાહરચોક, મણિનગર ખાતે કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સવારે 8.00 વાગ્યાથી બપોરે 12.15 વાગ્યા સુધી કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ સ્વયંસ્ફૂર્ત રીતે રક્તદાન કરીને સમાજસેવામાં યોગદાન આપ્યું હતું.

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના આગેવાનો દ્વારા રક્તદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી અને રક્તદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવી શકાય છે તેમ જણાવ્યું હતું. સમાજના દરેક સ્વસ્થ નાગરિકને નિયમિત રીતે રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં એસવીવીપી બૃહદના પ્રમુખ કિરીટ શાહ અને દક્ષેશ શાહ, અમદાવાદના પ્રમુખ યોગેશ પરીખ તથા મહામંત્રી હિતેન શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કાર્યક્રમ કન્વીનર અસિત મહેતાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે, એસવીવીપી અમદાવાદના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતુ કે એસવીવીપીના નેજા હેઠળ દર વર્ષે અમે 2 મેડિકલ કેમ્પનું આયોજન કરતા હોઇએ છીએ, જેમાં કેન્સર સહિતના ગંભીર રોગોનું નિદાન કરવામાં આવે છે. આ ઉપરાંત, કેરોના જેવા કપરા કાળમાં સંસ્થા હંમેશા સમાજની પડખે રહી છે. આજે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો તેમાં અનુક્રમે 150 અને 750 સભ્યોએ નોંધણી કરાવી છે. આ આંકડો જ આ કાર્યક્રમની સફળતાને દર્શાવે છે.  

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પને નાગરિકો તરફથી પ્રશંસા મળી હતી અને ભવિષ્યમાં પણ આવા સમાજોપયોગી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news