આ દેશના જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 750 અગ્નિશામકો કરાયા તૈનાત

ફ્રાન્સમાં જંગલી આગ વધુ પ્રસરી જવાની આશંકા હોવાથી 750 થી વધુ અગ્નિશામકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જાણીકારી ફ્રેન્ચ બ્રોડકાસ્ટર BFMTVએ શનિવારે આપી હતી.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે લગભગ 15 ફાયર ફાઇટિંગ એરોપ્લેન તૈનાત માટે તૈયાર કરવામાં આવ્યા છે. બે અઠવાડિયામાં બીજી વખત પ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સત્તાવાળાઓએ જંગલની આગ પર અનેક પ્રાદેશિક ઉદ્યાનો બંધ કરી દીધા છે અને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ 135 યુરો ($148) નો દંડ લાદ્યો છે. 

મેટિઓ ડેસ ફોરેટ્સ ટ્રેકિંગ સેવાના ડેટા અનુસાર, શનિવાર સુધીમાં, બોચેસ-ડુ-રોન અને વારના વિભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ દક્ષિણ વિભાગો માટે મીડિયમ ઓરંજ લેવલ જારી કરવામાં આવ્યું છે.

મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે હેરાલ્ટના દક્ષિણ વિભાગના મોન્ટપેલિયર શહેરમાં મોન્ટપેલિયર ઝૂઓલોજિકલ પાર્ક આગના જોખમને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો.