યોગ દિવસઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાટણમાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગરઃ પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગદિને જયારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે આવતીકાલે 21 જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે ગુજરાત રાજ્યમાં ઉત્સાહ સાથે થવા જઈ રહી છે. પાટણ ખાતે યોજનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, એમએસએમઈ, કુટીર ઉદ્યોગ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહેશે.

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત પાટણના પી કે કોટાવાલા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સવારે 6 વાગે યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બાદ તેઓ સવારે 8.30 કલાકે પાટણના સરદાર પટેલ રમત સંકુલ ખાતે ઉપસ્થિત રહી સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે.