જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતે એર લેબોરેટરી શરૂ થવાથી હવે ઝડપથી મળશે એકત્રિત હવાના નમૂનાના પરિણામો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતેની એર લેબોરેટરીનું વર્ચુઅલ લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોરબી કચેરી દ્વારા એકત્રિત કરવામાં આવતા હવાના નમૂનાઓ રાજકોટની GPCB લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતા, જેમાં અંતિમ વિશ્લેષણ માટે સામાન્ય રીતે 5થી 6 દિવસનો સમય લાગતો હતો, જોકે, હવે મોરબીમાં પ્રાદેશિક એર લોબોરેટરીની શરૂ થતાં ઝડપથી પરિણામો મેળવી શકાશે.

મોરબીમાં પ્રાદેશિક એર લોબોરેટરીની શરૂ થવાથી પરિણામોથી લઇને પરિવહન સુધીના પાસાઓ પર તેની સારી અસર થવા પામશે. આ એર લેબોરેટરીને લઇને જાણવા જેવી માહિતી અહીં પ્રસ્તુત છે.

મોરબી જિલ્લામાાં ૩,૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો છે, જેમાાંથી ૨,૯૫૫ હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદા હેઠળ આવે છે. આ ઔદ્યોગિક ક્લસ્ટર ઝોનમાં મહત્તમ હવા પ્રદૂષકો ઉત્સર્જન એકમો આવેલા છે. આ કચેરી હાલમાં દર મહિને સરેરાશ ૩૦થી ૪૦ હવાના નમૂના એકત્રિત કરે છે.પ્રાદેશિક કચેરી, મોરબી નવા કાર્યાલય ભવનનુા લોકાર્પણ તારીખ ૦૫/૧૧/૨૦૨૩ના રોજ કરવામાાં આવ્યું હતુ, જે કચેરી મોરબી જીલ્લાના રફાળેશ્વર GIDC ખાતે આવેલ છે. જે ભવનમાં અગાઉથી જ ભવિષ્ય માટે લેબોરેટરી સ્થાપવા અંગેની જગ્યા રાખવામાં આવેલ હતી.

ઝડપી દેખરેખ, કાયદાના અમલીકરણ, ઝડપી નિવારણ અને વાયુ પ્રદૂષણને અટકાવવા માટે, GPCB, વડી કચેરી, ગાંધીનગર દ્વારા પ્રાદેશિક કચેરી મોરબીમાં પ્રાદેશિક એર લેબોરેટરી સ્થાપના માટે રૂ.૨૫,૩૩,૮૫૦/ના ખાસ બજેટને મંજૂરી આપવામાં આવી હતી. મોરબીમાં પ્રાદેશિક હવા પ્રયોગશાળાની સ્થાપના પહેલાં, આ કચેરી દ્વારા એકત્રિત કરવામાં આવતા હવાના નમૂનાઓ રાજકોટની GPCB પ્રયોગશાળામાં મોકલવામાં આવતા હતા, જેમાં અંતિમ વિશ્લેષણ માટે સામાન્ય રીતે 5થી 6 દિવસનો સમય લાગતો હતો.

અત્રે મોરબીમાં એર લેબોરેટરીની સ્થાપનાથી હવે એકત્રિત હવાના નમૂનાના પરિણામો ઝડપી સમયમાં થશે. પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. અકસ્માતના કિસ્સામાં ઝડપી નિર્ણયો લઇ શકાશે, અને ઉદ્યોગ દ્વારા નિયમોનું પાલન/અનુપાલન ચકાસણી ઝડપી થશે.

આ પ્રયોગશાળા સેટઅપ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે: મુખ્ય પ્રયોગશાળા વિસ્તાર, સાધન ખંડ અને સ્ટોરેજ વિસ્તાર – આ બધા યોગ્ય વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગથી સજ્જ છે. એર લેબોરેટરી સેટઅપ કુલ ૫૦૦ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લે છે. આ પ્રાદેશિક હવા પ્રયોગશાળા આધુનિક સાધનોથી સજ્જ છે, જેમાં ડબલ બીમ સ્પેક્ટ્રોફોટોમીટર, RDS, આઇસોકીનેટિક સ્ટેક મોનિટરિંગ કીટ, ચાર અને પાંચ-અંકના માઇક્રો ડિજિટલ વજન સંતુલન, ગરમ હવા ઓવન, pH મીટર, ગરમ પ્લેટ સાથે ચુંબકીય સ્ટિરર અને તમામ આવશ્યક કાચનાં સાધનો, રસાયણોનો સમાવેશ થાય છે.

સ્થાપિત હવા પ્રયોગશાળા હવાના નમૂના સંગ્રહ અને સ્ત્રોત અને બિન-સ્ત્રોત ઉત્સર્જન બંને માટે વ્યાપક વિશ્લેષણ તથા ગુણવત્તા પરિમાણો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ પ્રયોગશાળા ફ્લુ ગેસ/પ્રોસેસ ગેસ માટે વિવિધ પરિમાણોનું વિશ્લેષણ કરવા સક્ષમ છે. જેમાં PM. SO2. SO3, H2S, NH3, HCl, Cl2, Br2, HBr, Nox અને અયોનો સમાવેશ થાય છે. તે PM10, PM2.5. SO2, NO2. NOx, Cl2, અને વધુ જેવા Ambient Airના પરિણામોનું વિશ્લેશણ પણ કરે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news