કેન્દ્ર સરકારની મંજુરી આપી વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ૬૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેના ઘરની નજીક રસી મેળવી શકશે. આ સિવાય ૬૦ વર્ષથી ઓછી ઉંમરના વિકલાંગોને તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા પણ આપવામાં આવશે. આ માટે, તેઓ અન્ય લોકોની જેમ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ શકે છે. એટલું જ નહીં, જાે તેઓ ઇચ્છે તો તેઓ કેન્દ્ર પર પહોંચીને સ્થળ પર રજીસ્ટ્રેશન દ્વારા રસી પણ મેળવી શકે છે.

વેક્સીનેશન સેંટર સુધી પહોંચવામાં અસમરથ લોકો માટે કેન્દ્ર સરકારે ઘરમાં જ વેક્સીનની વ્યવસ્થા કરવાની મંજુરી આપી છે હેલ્થ મિનિસ્ટ્રીએ ગુરૂવારે કહ્યુ કે આવા લોકોને ઘરે જ હેલ્થ ટીમ તરફથી વેક્સીન લગાવાશે. આ માટે તેમણે ક્યાય પણ ટીકાકરણ માટે અરજી કરવાની જરૂર નથી. નીતિ આયોગના સભ્ય વીકે પોલે સાપ્તાહિક પ્રેસ કોંફ્રેંસ દરમિયાન સરકારને આ ર્નિણયની માહિતી આપી, આ ર્નિણય હેઠલ નિયર ટૂ હોમ કોવિડ વેક્સીનેશન સેંટર્સ સ્થાપિત કરાશે. તેનાથી દિવ્યાંગો અને વડીલોને કોરોના રસી લગાવવા માટે મુસાફરી કરવાની જરૂર નહી પડે અને નિકટમાં જ વેક્સીન લાગી જશે. હેલ્થ મિનિસ્ટ્રીના સચિવ રાજેશ ભૂષણે જાહેર કરેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે ડોર ટુ ડોર રસીકરણનો પ્રસ્તાવ નિષ્ણાત સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી ન હતી.

જોકે, દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને તેમના ઘરની નજીક રસીકરણ કેન્દ્રો બનાવીને રસી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે? આ દરખાસ્ત હેઠળ, કોમ્યુનિટી સેન્ટર્સ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન સેન્ટર્સ, પંચાયત બિલ્ડિંગ્સ, સ્કૂલ બિલ્ડિંગ્સ વગેરેમાં કેન્દ્રો સ્થાપવામાં આવશે અને ત્યાં કોરોના વેક્સીન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *